દૂધી ની ખીચડી રેસીપી

Ripal

રેસીપી

બનાવવા ની રીત:

આપણે હંમેશા હેલ્થી રેસીપી વિશે વિચારતા હોઈ એ છે કે શું બનાવું જે હેલ્થી પણ હોય એન્ડ સ્વાદિષ્ટ પણ હોય. તો હું આજે તમારા માટે એવી જ એક રેસીપી લાવી છું જે ઉપવાસ માં પણ ચાલે અને ડિયેટિંગ માં પણ ચાલે. ઉપવાસ માં બટાકા અને તળેલું ખાઈ ને બહુ મજા નથી આવતી અને એમાં પણ ઘર ના વડીલો ને તો બિલકુલ પણ મજા ના આવે. એટલે હું દૂધી માંથી બનાવેલી રેસીપી લાવી છું. જે પચવા માં પણ સરળ છે એન્ડ કૈક હળવું શોધતા હોય તો એની માટે પણ સરસ વિકલ્પ છે. આને તમે બીજા પણ નામ આપી શકો છો. પણ મેં દૂધી ની ખીચડી નામ આપ્યું છે. જો તમે આ દૂધી ની ખીચડી બનાવશો તો વડીલો તો બહુ ખુશ થશે અને તમને આશીર્વાદ પણ બહુ આપશે. તો ફટાફટ જાણી લો આ દૂધી ની ખીચડી ની રેસીપી.

તૈયારીનો સમય:૧૦ મિનિટ

બનાવવા નો સમય:૧૦ મિનિટ

વ્યક્તિ માટે:

દૂધી ની ખીચડી રેસીપી બનાવવાની સામગ્રી:

દૂધી ની ખીચડી રેસીપી બનાવવા ના સ્ટેપ:

દૂધી અને બટાકા ની છાલ ઉતારી એને સમારી લો.

હવે પ્રેસર કૂકર માં ઘી ગરમ કરો અને જીરું ઉમેરો.

જીરું તતડે એટલે એમાં હિંગ અને લીલા મરચાં ઉમેરો.

હવે એમાં દૂધી, બટાકા એને મીઠું ઉમેરી હલાવો.

એમાં ૧ કપ પાણી નાખો અને હલાવો.

હવે એમાં ઉપર સીંગદાણા નો ભૂકો ભભરાવો અને કૂકર નું ઢાંકણું બંધ કરી દો.

એને મીડીયમ ગેસ પર ૪ સીટી સુધી અથવા તો ચડી જાય ત્યાં સુધી ચડવા દો.

કૂકર માંથી હવા નીકળી જાય પછી એને ખોલો અને એમાં કોથમીર ઉમેરી ને હલાવો.

ગરમ ગરમ દૂધી ની ખીચડી ને દહીં સાથે પીરસો.