ડુંગળી ના ભજીયા રેસીપી
Ripalરેસીપી
બનાવવા ની રીત:
ભજીયા એ ગુજરાતીઓ નું ભાવતું ભોજન છે. ઘરે મેહમાન આવે ત્યારે કે વરસાદ પડે ત્યારે ભજીયા તો હોય જ. એટલે હું અહીંયા બધા ને ભાવે એવા ડુંગળી ના ભજીયા ની રેસીપી લઇ ને આવી છું. વરસાદ આવે ત્યારે આ ક્રિસ્પી અને સ્વાદિષ્ટ ડુંગળી ના ભજીયા ખાવાની બહુ મજા આવે. ડુંગળી ના ભજીયા ફટાફટ અને સરળતા થી બની જાય છે. તો આજે જ બનાવો મ્હોં માં પાણી આવી જાય એવા ડુંગળી ના ભજીયા. એક વાર બનાવશો જો આ ડુંગળી ના ભજીયા તો લોકો નહિ થાકે ખાતા.
તૈયારીનો સમય:૫ મિનિટ
બનાવવા નો સમય:૧૦ મિનિટ
વ્યક્તિ માટે:૪
ડુંગળી ના ભજીયા રેસીપી બનાવવાની સામગ્રી:
- ૩ ડુંગળી, સ્લાઈસ કરેલી
- ૧/૪ ચમચી હળદર
- ૧/૪ ચમચી લાલ મરચું
- ૧/૨ ચમચી ધાણાજીરું
- ૩-૪ લીલા મરચા, સમારેલા
- ૨ ચમચી લીલી કોથમીર, સમારેલી
- ૧/૪ કપ ચણા નો લોટ
- મીઠું સ્વાદ અનુસાર
- તળવા માટે તેલ
ડુંગળી ના ભજીયા રેસીપી બનાવવા ના સ્ટેપ:
એક વાસણ માં ડુંગળી, હળદર, લાલ મરચું, ધાણાજીરું, લીલા મરચા , કોથમીર અને મીઠું મિક્ષ કરો
હવે તેમાં જ ચમચી અથવા ડુંગળી ને લોટ ચોંટે એટલું પાણી ઉમેરો અને બધું બરાબર મિક્ષ કરો.
હવે કડાઈ માં તેલ ગરમ કરવા મુકો.
તેલ ગરમ થઇ જાય એટલે તેમાં હાથ વડે એક એક ડુંગળી છૂટી છૂટી પડે એ રીતે ડુંગળી ના ભજીયા પાડો અને તળી લો.
આવી જ રીતે બધા ભજીયા તળી લો.
ગરમ ગરમ ડુંગળી ના ભજીયા સર્વ કરો.