ઘઉં ના ફાડા ની ખીચડી રેસીપી
Ripalરેસીપી
બનાવવા ની રીત:
તમે ઘઉં ના ફાડા ની લાપસી તો ખાધી જ હશે અને ભાવતી પણ હશે જ. હું અહીં એજ ઘઉં ના ફાડા માંથી ખીચડી બનાવની રેસીપી લાવી છું. ઘઉં ના ફાડા માંથી બનતી ખીચડી બહુ જ સ્વાદિષ્ટ હોય છે. ડાયાબિટીસ હોય એ લોકો ચોખા માંથી બનાવેલી ખીચડી ખાઈ શકતા નથી એટલે તેમની માટે આ ઘઉં ના ફાડા માંથી બનાવેલી ખીચડી ઉત્તમ હોય છે. ફાડા માં સૌથી વધારે પ્રમાણ માં ફાયબર હોય છે, ઓછી કૅલરી હોય છે અને વધારે પ્રમાણ માં નુટ્રિશન હોય છે. ફાડા ની ખીચડી ઘઉં ના ફાડા અને મગ ની દાળ માંથી બનાવા માં આવે છે. ફાડા ની ખીચડી પચવા માં પણ હલકી હોય છે એટલે એ સરળતા થી પછી જાય છે. તો આજે જ શીખી લો આ સ્વાદિષ્ટ ઘઉં ના ફાડા ની ખીચડી જે ડાયાબિટીસ માટે છે ઉત્તમ આહાર.
તૈયારીનો સમય:૩૦ મિનિટ
બનાવવા નો સમય:૧૫ મિનિટ
વ્યક્તિ માટે:૪
ઘઉં ના ફાડા ની ખીચડી રેસીપી બનાવવાની સામગ્રી:
- ૧/૪ ચમચી રાય
- ૧/૪ ચમચી જીરું
- ૧/૪ ચમચી હળદર
- ચપટી હિંગ
- ૨ સૂકા લાલ મરચા
- ૪-૫ મીઠા લીમડા ના પાન
- ૨ ચમચી ઘી અથવા તેલ
- ૫-૬ કળી લસણ, સમારેલું
- ૨ ચમચી લીલી કોથમીર, સમારેલી
ઘઉં ના ફાડા ની ખીચડી રેસીપી બનાવવા ના સ્ટેપ:
ઘઉં ના ફાડા અને મોગર દાળ ને મિક્સ કરો
તેને બરાબર ધોઈ ને અડધા કલાક માટે પલાળી દો
કુકર માં ઘી/ તેલ ગરમ કરવા મુકો અને તેમાં રાય અને જીરું ઉમેરો
રાય ફૂટી જાય એટલે તેમાં લીમડો, લસણ, સૂકા લાલ મરચા, હિંગ અને હળદર મિક્ષ કરો
હવે તેમાં પલાળેલા ફાડા અને દાળ મિક્ષ કરો
તેમાં ૩ કપ પાણી મિક્ષ કરો અને કુકર બંધ કરી દો અને ૩-૪ સીટી વગાડો
કુકર માંથી બધી હવા/ વરાળ નીકળી જાય પછી તે ખોલી તેમાં કોથમીર મિક્ષ કરો
ફાડા ની ખીચડી ને સર્વ કરવા ના બાઉલ માં કાઢી લો અને ગરમ ગરમ ઘી સાથે પીરસો