ફાલસા નો શરબત રેસિપી
Ripalરેસીપી
બનાવવા ની રીત:
ઉનાળા માં ફાલસા બહુ આવે. ફાલસા વધારે પ્રમાણ માં અમદાવાદ જિલ્લા માં થાય. પહેલા તો ફાલસા વધારે પ્રમાણ માં વેચાતા હતા પણ હવે અત્યારે તો બહુ ઓછા પ્રમાણ માં ફાલસા આવે છે. મળી જરૂર જાય. ફાલસા શરીર ને ખુબ ઠંડક પ્રદાન કરે છે એટલે ઉનાળા માં ફાલસા તો ખાવા જ જોઈ એ. ફાલસા નો સ્વાદ પણ બહુ સરસ ખાટો મીઠો હોય છે. એટલે ફાલસા પર મસાલો નાખી ને કે મીઠું નાખી ને ખાવા માં આવે છે. જો એ ફાલસા નો શરબત બનાવી ને પીવા માં આવે તો પણ એ બહુ જ સ્વાદિષ્ટ લાગે છે. એનો સ્વાદ પણ ખાટો મીઠો હોય છે. મને અને અમારા ઘર માં તો બધા ને બહુ જ ભાવે છે આ ફાલસા નો શરબત. જ્યાં સુધી ફાલસા મળતા હોય ત્યાં સુધી એનો શરબત બનાવી ને પી લેવો જોઈએ. આજે જ ઘર ના બધા ને બનાવી ને પીવડાવો આ ફાલસા નો શરબત. તો શીખી લો ફાલસા નો શરબત બનાવની રીત.
તૈયારીનો સમય:૧૫ મિનિટ
વ્યક્તિ માટે:૪
ફાલસા નો શરબત રેસિપી બનાવવાની સામગ્રી:
- ૨૫૦ ગ્રામ ફાલસા
- ૧/૨ કપ ખાંડ અથવા સ્વાદ અનુસાર
- ૧/૨ ચમચી સંચરળ
- ૭-૮ બરફ ના ટુકડા
ફાલસા નો શરબત રેસિપી બનાવવા ના સ્ટેપ:
ફાલસા ને બરાબર ધોઈ લો અને એક વાસણ માં રાખો
હવે એક મિક્સર જાર માં ફાલસા, ખાંડ અને ૧ કપ પાણી નાખી ને પીસી લો
હવે આ ફાલસા ના શરબત ને ગરણી વડે ગાળી લો
હવે ગાળેલા શરબત માં સંચરળ પાઉડર અને બરફ ના ટુકડા મિક્સ કરો
ઠંડો ઠંડો ફાલસા નો શરબત સર્વ કરો