ફ્રેન્ચ ફ્રાઈસ રેસીપી
Ripalરેસીપી
બનાવવા ની રીત:
ફ્રેન્ચ ફ્રાઈસ નું નામ સાંભળી ને બધા ના મ્હોં માં પાણી આવી જાય. જેવું ફ્રેન્ચ ફ્રાઈસ નું નામ લઇ એ એટલે Mc Donalds ની યાદ આવી જાય. પણ હવે ઘરે પણ તેવી જ ફ્રાઈસ બનાવી શકાય છે. ફ્રેન્ચ ફ્રાઈસ ખાવા માટે Mc Donalds જવાની જરૂર નથી. તો હવે ઘરે જ બનાવો Mc Donalds જેવી ફ્રેન્ચ ફ્રાઈસ.
તૈયારીનો સમય:૧૫ મિનિટ
બનાવવા નો સમય:૧૦ મિનિટ
વ્યક્તિ માટે:૪
ફ્રેન્ચ ફ્રાઈસ રેસીપી બનાવવાની સામગ્રી:
- 5 મોટા બટાકા (સ્ટાર્ચ વગર ના હોય તો વધારે સારું), છાલ ઉતારેલા
- તળવા માટે તેલ
- મીઠું સ્વાદ અનુસાર
ફ્રેન્ચ ફ્રાઈસ રેસીપી બનાવવા ના સ્ટેપ:
બટાટા લો અને અડધા ઇંચ જાડા ટુકડામાં કાપી અને પછી સ્ટ્રીપ્સ માં કાપી લો. (જેવી રીતે MC Donalds હોય છે.)
એક વાસણ માં પાણી ગરમ કરવા મુકો. પાણી ઉકળે એટલે તેમાં કાપેલી ફ્રાઈસ ને નાખી દોઅને ૧ મિનિટ માટે ઉકળવા દો.
હવે ફ્રાઈસ ને ગરમ પાણી માંથી કાઢી લો અને કોરા કપડાં વડે બધી ફ્રાઈસ ને કોરી કરી લો.
હવે આ ફ્રાઈસ ને ઝીપ લોક થેલી માં ભરી લો અને તેમાં થી વધારા ની બધી હવા કાઢી લો.
તેને ઓછા માં ઓછા ૪-૫ કલાક માટે ફ્રિઝર માં મુકો
ફ્રિઝર માંથી બહાર કાઢો અને ધીમા ગેસ પર ગરમ તેલ માં ક્રિસ્પી અને આછા સોનેરી રંગ ની થાય ત્યાં સુધી તળો.
હવે તેને તેલ માંથી બહાર કાઢો અને તરત જ મીઠું ભભરાવો.
કેચઅપ સાથે સર્વ કરો
નોંધ: આ રીતે થેલી બનાવી અને લાંબો સમય પણ ફ્રીઝર માં રાખી શકો છો. આ થેલી ૬ મહિના સુધી સારી રહે છે. એટલે જયારે પણ સમય હોય ત્યારે આવી રીતે કરી ને ફ્રીઝર માં મૂકી દેવી. પછી જયારે વાપરવી હોય ત્યારે ફ્રીઝર માંથી કાઢી ને તરત તળી લેવી.