ફુલાવર ના પરાઠા (ગોબી ના પરાઠા) રેસીપી

Ripal

રેસીપી

બનાવવા ની રીત:

ફુલાવર એટલે કે ગોબી ના પરાઠા એ ઉત્તર ભારત માં બહુ પ્રખ્યાત પરાઠા છે. ફુલાવર નું શાક બાળકો ને બહુ ભાવે નહિ પણ હા જો એમાં થી આ સ્વાદિષ્ટ ફુલાવર (ગોબી) ના પરાઠા બનાવા માં આવે તો બાળકો હોંશે હોંશે ખાય. સવારે નાસ્તા માટે પણ આ એક બેસ્ટ ઓપ્શન છે. આ ફુલાવર ના પરાઠા માં પણ મેં પરાઠા નો મસાલો વાપર્યો છે. જેની રેસીપી મેં પહેલા જણાવી છે. ફુલાવર ના પરાઠા બહુ જ સ્વાદિષ્ટ લાગે છે. તો આજે જ શીખી લો અને સવારે નાસ્તા માં બનાવો સ્વાદિષ્ટ અને હેલ્થી ફુલાવર ના પરાઠા(ગોબી ના પરાઠા).

તૈયારીનો સમય:૫ મિનિટ

બનાવવા નો સમય:૧૦ મિનિટ

વ્યક્તિ માટે:

ફુલાવર ના પરાઠા (ગોબી ના પરાઠા) રેસીપી બનાવવાની સામગ્રી:

ફુલાવર ના પરાઠા (ગોબી ના પરાઠા) રેસીપી બનાવવા ના સ્ટેપ:

એક કડાઈ માં તેલ ગરમ કરો

તેમાં અજમો, આદુ, લીલા મરચા, છીણેલું ફુલાવર મિક્ષ કરો અને તેને થોડી વાર સાંતળો

હવે તેમાં હળદર, લાલ મરચું, પરાઠા નો મસાલો અને મીઠું મિક્ષ કરો અને ફુલાવર બરાબર શેકાય જાય ત્યાં સુધી બરાબર સાંતળો

હવે મિશ્રણ ને ઠંડુ થવા દો

હવે એક વાસણ માં ઘઉં નો લોટ, તેલ અને મીઠું મિક્ષ કરો અને પરાઠા માટેનો મધ્યમ કઠણ લોટ બાંધી લો અને ૧૫ મિનિટ સુધી રેવા દો

હવે પરાઠા ના લોટ માંથી એક પરાઠા જેટલો લોટ લો અને કોરા લોટ વડે થોડું વણો

પછી તેમાં ફુલાવર નો મસાલો ભરો અને બધી બાજુ ને પકડી ને બંધ કરી દો

હવે તેને ફરી થી કોરા લોટ વડે વણી લો

તવી પર ઘી અથવા તેલ લગાવી શેકી લો

તૈયાર છે ફુલાવર એટલે કે ગોબી ના પરાઠા