ઘારી રેસીપી
Kavi Nidhidaરેસીપી
બનાવવા ની રીત:
સુરતી નું જમણ બહુ વખણાય. સુરત માં એક પ્રખ્યાત મીઠાઈ મળે છે જેનું નામ છે ઘારી. ઘારી એ સુરત ની પ્રખ્યાત મીઠાઈ છે જે બધા ને બહુ ભાવે છે. સુરત સિવાય બહાર બીજે આ ઘારી બહુ ઓછી મળે. વળી બજાર માં મળતી ઘારી માં ઘી પણ બહુ જ હોય એના લીધી પણ ઘણા લોકો ઓછી ભાવતી હોય છે. અહીંયા એ જ પરંપરાગત ઘારી ની રેસીપી હું બતાવી રહી છું. એકે વાર તમે ઘરે જરૂર થી આ રીતે ઘારી બનાવજો.
તૈયારીનો સમય:૨૦ મિનિટ
બનાવવા નો સમય:૨૦ મિનિટ
વ્યક્તિ માટે:૪
ઘારી રેસીપી બનાવવાની સામગ્રી:
- 100 ગ્રામ દૂધ નો માવો
- બદામ, કાજુ, પિસ્તા, અખરોટ બધું 1-1 ટેબલ સ્પૂન
- કેસર 8 પાંદડી
- ¼ ચમચી જાયફળ
- ¼ ચમચી એલચી પાઉડર
- 3 મોટા ચમચા બુરું
- 1 કપ મેંદો
- 3 ટેબલ સ્પૂન તેલ
- પાણી અથવા દૂધ
- તળવા અને છેલ્લે ઘારી પર રેડવા શુધ્ધ ઘી
- સજાવટ માટે પિસ્તા.
ઘારી રેસીપી બનાવવા ના સ્ટેપ:
મેંદા માં મોણ નાખી, દૂધ અથવા પાણી થી કઠણ લોટ બાંધી લો,
બધા ડ્રાઇ ફ્રુટ, કેસર, જાયફળ, એલચી,અને ખાંડ બધું મિક્સર માં ક્રશ કરી લો,
માવા ને કોરો જ 4 મિનિટ શેકી લો,
માવો અને ડ્રાઇ ફ્રુટ વગેરે નો ભુકો ભેળવી લો,
લોટ માં થી મધ્યમ લૂવો લઈ પુરી વણી, અંદર માવા વાળુ પૂરણ ભરી બંદ કરીલો,
ઉપર જે વધારાનો લોટ લાગે તે છરી થી કાપી લો,
ઘી માં ગુલાબી રંગ ની ધીમા તાપે તળી લો,
બધી ઘારી એક નાની થાળીમાં ગોઠવી ઉપર ગરમ ઘી રેડી 7 કલાક ઠરવા દો.
પિસ્તા થી સજાવો.
એકલી પીસ્તી(ઝીણા પિસ્તા) અને માવા ની સુરતી ઘારી પણ થાય, પીસ્તી થી ઘારી નો અંદર નો કલર એક્દમ લીલો થાય.