ઘોટાલા પાણી પુરી રેસીપી

Ripal

રેસીપી

બનાવવા ની રીત:

પાણીપુરી નામ સાંભળી ને જ મ્હોં માં પાણી આવી જાય. બધા ને જ પ્રિય હોય પાણીપુરી. હવે તો ઘણા બધા ફ્લેવર માં પાણીપુરી મળે છે. ઇન્ડિયા માં દરેક જગ્યા એ પાણીપુરી મળતી હોય છે અને અલ્લાહ અલગ જગ્યા એ અલગ અલગ નામ થી ઓળખાતી હોય છે. પણ પાણીપુરી ખાવી તો બધા ને જ ગમે છે. અહીંયા હું પાણીપુરી ની રેસીપી નથી બતાવી રહી પણ પાણીપુરી માંથી એક અલગ જ વસ્તુ બનાવી છે એ છે ઘોટાલા પાણીપુરી. આ એકદમ નવી અને અલગ જ વાનગી છે જે પાણુપુરી માંથી બનાવવામાં આવી છે. એક વાર તો જરૂર થી બનાવજો આ ઘોટાલા પાણીપુરી. તો ફટાફટ જાણી લો આ ઘોટાલા પાણીપુરી બનાવવાની રીત.

તૈયારીનો સમય:૧૦-૧૫ મિનિટ

બનાવવા નો સમય:૧૫-૨૦ મિનિટ

વ્યક્તિ માટે:

ઘોટાલા પાણી પુરી રેસીપી બનાવવાની સામગ્રી:

ઘોટાલા પાણી પુરી રેસીપી બનાવવા ના સ્ટેપ:

એક કઢાઈ માં તેલ ગરમ કરો અને તેમાં ડુંગળી ઉમેરો

ડુંગળી ને ૨-૩ મિનિટ સુધી સાંતળો

પછી તેમાં ટોમેટો પ્યુરી ઉમેરો અને ફરીથી ૩-૪ મિનિટ સુધી સાંતળો

હવે તેમાં ટોમેટો કેચપ, રેડ ચીલી સોસ, ગ્રીન ચીલી સોસ મીક્ષ કરો

તેમાં જીરું પાઉડર, ચાટ મસાલો, મીઠું, લાલ મરચું અને આંબલી ની પેસ્ટ મીક્ષ કરો

તેમાં બાફેલા ચણા, બટાકા નો છૂંદો, ફણગાવેલા કઠોળ મીક્ષ કરો અને મિશ્રણ ને ૨-૩ મિનિટ સુધી શેકવા દો

હવે એક ડીશ લો અને તેમાં આ ઘોટાલા મિશ્રણ નાખો પછી તેની પર ગળ્યું દહીં, ખજૂર આંબલી ની ચટણી લીલી ચટણી, પુરી નો હાથ થી ભુક્કો કરીને એ ભુક્કો અને સેવ ઉમેરો

હવે ઉપર ચાટ મસાલો ભભરાવો અને સર્વ કરો