ઘુઘરા રેસીપી
Kavi Nidhidaરેસીપી
બનાવવા ની રીત:
ઘૂઘરા ગુજરાતીઓ ના મનપસંદ હોય છે. ઘૂઘરા ને બિહારમાં પુરૂકીયા કહેવામાં આવે છે. પુરૂકીયા (ઘૂઘરા) બિહારમાં ખૂબ જ પ્રખ્યાત છે અને દરેક જણ ને ખુબ જ પસંદ છે. બિહારમાં બે પ્રકારના પુરુકીયા (ઘૂઘરા) બનાવવામાં આવે છે:એક સુજી / રવા (સોજીના લોટ) અને બીજું એક ખોયા સાથે।ઘૂઘરા ને અલગ અલગ રાજ્ય માં અલગ અલગ નામ થી બોલાવે છે. જેમ કે ગુજરાતમાં ઘુઘરા (ગુજરાતી), મહારાષ્ટ્રમાં કરણજી (મરાઠી), તમિલનાડુમાં સોમા (તમિલ), આંધ્રપ્રદેશ અને કર્ણાટકમાં કાજજીકયા (કન્નડ અને તેલુગુ). ઘૂઘરા ને બનાવવાની ઘણી બધી રીત છે એમાં ની એક છે માવો અને રવા વાળા ઘૂઘરા. હોળી હોય કે દિવાળી કે કોઈ પણ તહેવાર હોય એ ઘૂઘરા વગર તો અધૂરો જ કહેવાય એટલે જ હું લઇ ને આવી છું કે ઘરે ઘૂઘરા કેવી રીતે બને છે એની સ્ટેપ બાય સ્ટેપ રેસિપી. જો તમે આવી રીતે ઘૂઘરા બનાવશો તો એકદમ સરસ અને સ્વાદિષ્ટ ઘૂઘરા બનશે.
તૈયારીનો સમય:૧૦ મિનિટ
બનાવવા નો સમય:૩૦ મિનિટ
વ્યક્તિ માટે:૪
ઘુઘરા રેસીપી બનાવવાની સામગ્રી:
- પુરણ માટે:-
- 250 ગ્રામ રવો,
- 200 ગ્રામ માવો
- 50 ગ્રામ કોપરા ખમણ
- 2 ટેબલ સ્પૂન ડ્રાય ફ્રૂટ પાઉડર,
- ¼_¼ ટી સ્પૂન જાયફળ અને એલચી પાઉડર,
- 100 ગ્રામ દળેલી ખાંડ,
- રવો અને માવો શેકવા ઘી જરૂર મુજબ.
- પૂરી માટે:-
- 2 કપ મેંદો,
- 3_4 ટેબલ સ્પૂન ઘી મોણ માટે,
- 1 કપ દૂધ.
- તળવા માટે ઘી.
ઘુઘરા રેસીપી બનાવવા ના સ્ટેપ:
પુરણ માટે.:-
એક વાસણમાં ઘી ગરમ કરી તેમાં રવો શેકી લો, સુગંધ આવે અને ગુલાબી રંગનો થાય ત્યારે તેમાં કોપરું નાખી 2 મિનિટ વધારે શેકી લો,
હવે તે ત્રાંસ માં કાઢી, તેમાં ફક્ત 1 ટેબલ સ્પૂન ઘી નાખીને માવો આછા ગુલાબી રંગનો શેકી લો,
બંને ઠંડું પડે એટલે તેમાં ખાંડ, ડ્રાય ફ્રૂટ પાઉડર, એલચી અને જાયફળ પાવડર નાખી સરસ મિક્સ કરી લો.
પૂરી માટે:-
એક વાસણમાં મેંદો અને ઘીનું મોણ લઈ મિક્સ કરી જરૂરી દૂધ લઈ કઠણ લોટ બાંધી લો.
લુવો લઈ પૂરી વણી તેમાં 1_1½ ટેબલ સ્પૂન પુરણ મૂકી ઘુઘરો બનાવી ને ગરમ ઘી માં ગુલાબી રંગના તળી લો.
ઘુઘરા વણતી વખતે સુકાય નહિ એટલે તેની થાળી પર એક પાતળું ખૂબ નીચવેલું ભીનું કપડું પાથરી રાખવું, પછી બધા સાથે તળવા.