ગુંદા નો સંભારો રેસીપી
Ripalરેસીપી
બનાવવા ની રીત:
ઉનાળા માં અને અથાણાં કરવાની સીઝન માં ગુંદા બહુ આવે. આમ તો ગુંદા બહુ ચીકણા હોય પણ જો તેનો સંભારો, અથાણું કે શાક કરી ને ખાવા માં આવે તો એ બહુ સ્વાદિષ્ટ લાગે અને ચીકણા પણ ના લાગે. અથાણું તો મોટા ભાગે બધા બનાવતા જ હોય પણ સંભારો બહુ ઓછા લોકો બનાવતા હોય. અહીંયા મેં ગુંદા નો સંભારો બનાવની રીત બતાવી છે. જો તમે આ રીતે ગુંદા નો સંભારો બનાવશો તો ઘર ના બધા જ તમારા વખાણ કરશે. વળી આ ગુંદા નો સંભારો બની પણ જલ્દી જાય છે. ગુંદા એ હાડકા ને મજબૂત બનાવે છે. એટલે ગુંદા ની સીઝન માં ગુંદા ખાવા જ જોઈએ. તો આજે જ જાણી લો ગુંદા નો સંભારો બનાવની રીત અને ફટાફટ જલ્દી થી બનાવો આ ગુંદા નો સંભારો.
ગુંદા નો સંભારો રેસીપી બનાવવાની સામગ્રી:
- ૨૫૦ ગ્રામ ગુંદા
- ૨ ચમચી તેલ
- ૧ ચામચી રાય
- ૨ ચમચી મેથી નો પાઉડર
- ૧ ચમચી લીંબુ નો રસ
- ૧/૪ ચમચી હળદર
- ૨-૩ લીલા મરચા, સમારેલા
- મીઠું સ્વાદ અનુસાર
ગુંદા નો સંભારો રેસીપી બનાવવા ના સ્ટેપ:
ગુંદા ને ફોડી ને તેના બીયા કાઢી લો અને ગુંદા ના બે ભાગ કરી લો
હવે કડાઈ માં તેલ ગરમ કરો અને રાય નાખો
રાય ફૂટી જાય એટલે તેમાં લીલું મરચું, ગુંદા, હળદર અને મીઠું નાખી બરાબર મિક્ષ કરો
ગુંદા ને ૫-૭ મિનિટ સુધી ચડવા દો, વચ્ચે વચ્ચે હલાવતા રહેવું
પછી ગુંદા માં લીંબુ નો રસ નાખો અને ૨-૩ મિનિટ સુધી ગુંદા ચડવા દો
હવે ગુંદા માં મેથી નો ભૂકો મિક્ષ કરો અને ૧ મિનિટ સુધી રહેવા દો
પછી ગેસ બંધ કરી દો અને ગુંદા ને સર્વ કરવા ના બાઉલ માં કાઢી લો