કેલ અને લીલા લસણ ના પરાઠા
Alka Joshiરેસીપી
બનાવવા ની રીત:
કેલ અને લસણ ના પરાઠા એક હેલ્ધી વાનગી છે કેલ એક લીલા પાના વાળી ભાજી છે જે વિદેશ મા ઉગે છે, પરંતુ હવે ભારતમાં પણ ઉપલબ્ધ છે, કેલ ને સુપર ફુડ તરીકે ઓળખવામાં આવે છે કારણ કે કેલ ઘણા બધા રોગો સામે રક્ષણ આપે છે જેમકે ડાયાબિટીસ, કેન્સર ,ઓસ્ટીયોપોરોસીસ, વજન ઓછું કરવા માટે એમ ઘણા બધા રોગ સામે રક્ષણ આપે છે
તૈયારીનો સમય:10 મિનીટ
બનાવવા નો સમય:20 મિનિટ
વ્યક્તિ માટે:3
કેલ અને લીલા લસણ ના પરાઠા બનાવવાની સામગ્રી:
- 2 તાજા કેલ ના પાન
- 7-8 ટેબલસ્પૂન લીલુ લસણ ઝીણું સમારેલુ
- 1-1/2 કપ ઘઉંનો લોટ
- 2 ટેબલસ્પૂન તલ
- 4-5 ટેબલસ્પૂન તેલ
- 4-5 ટેબલસ્પૂન દહીં
- 1/2 હળદર
- સ્વાદ અનુસાર મીઠું
- 1 ટેબલસ્પૂન લીલા મરચાં ની પેસ્ટ
કેલ અને લીલા લસણ ના પરાઠા બનાવવા ના સ્ટેપ:
સૌ પ્રથમ કેલ ના પાન ને ધોઈ લેવા
તેને સાઇડ થી કાપી તેની દાંડલી અલગ કરી લો
હવે તેને એક ચોપર મા લસણ ની સાથે ક્રશ કરી લો
એક પેનમાં થોડું તેલ ગરમ કરીને તેમાં તૈયાર કરેલી ક્રશ કરેલી કેલ ઉમેરો
તેમા મરચાં ની પેસ્ટ, મીઠું અને હળદર નાખી ને 4-5 મિનીટ સુધી સાંતળી લો
આ સાંતળેલા મિશ્રણ ને સાઈડ પર મૂકી દો
ત્યારબાદ એક બાઉલમાં મા ઘઉ નો લોટ લો
તેમા તૈયાર કરેલા મિશ્રણ ને ઉમેરો
તેમા દહીં અને સ્વાદ અનુસાર મીઠું નાખીને તેને બરાબર મિક્સ કરી લો
જરૂર પુરતુ પાણી ઉમેરીને કણક તૈયાર કરી લો
તેના એકસરખા લુઆ બનાવો
તેને પરાઠા ની જેમ વણી લો
ગરમ તવા પર બંને બાજુ તેલ લગાવીને તેને ગુલાબી રંગ ના શેકી લો
ગરમા ગરમ પરાઠા સાથે દહીં અને અથાણુ પીરસી દો
કેલ અને લીલા લસણ ના પરાઠા નો વિડિઓ: