હાઈજેનિક માવા મલાઈ કુલ્ફી રેસીપી
Reshma Bavishiરેસીપી
બનાવવા ની રીત:
ઘરે જ બનાવો હાઈજેનિક માવા મલાઈ કુલ્ફી. અસરફીલાલ કરતા પણ બનશે ટેસ્ટી. માવા ની કોઈ પણ આઈટમ બાળકોને, યુવાનો ને તથા વડીલોને એટલે કે બધા ને ખુબ જ ભાવે છે. એમાં પણ માવા મલાઈ કુલ્ફી ખાવા ની મજા કંઈક અલગ જ છે. તમે બધા એ પ્રખ્યાત અસરફીલાલ ની કુલ્ફી ખાધી જ હશે, પણ એક વાર જો ઘરે બનાવી ને ખાશો તો અસરફીલાલ ને પણ ભૂલી જશો એવી ટેસ્ટી બનશે આ માવા મલાઈ કુલ્ફી તો જાણો તે બનાવવાની રીત.
બનાવવા નો સમય:૧ કલાક
વ્યક્તિ માટે:૮
હાઈજેનિક માવા મલાઈ કુલ્ફી રેસીપી બનાવવાની સામગ્રી:
- ૨ લીટર તાજું દૂધ (કાચું દૂધ)
- ૨૫૦ ગ્રામ માવો
- ૧ ચમચી ઈલાયચી પાઉડર
- ૧ કપ જીણા કાપેલા કાજુ, બદામ, પિસ્તા
- ૨ કપ ખાંડ
હાઈજેનિક માવા મલાઈ કુલ્ફી રેસીપી બનાવવા ના સ્ટેપ:
એક તપેલી માં ૨ લીટર ફ્રેશ કાચું દૂધ લો
હવે તપેલી ને ગેસ પર મૂકી ગેસ ની મીડીયમ ફ્લેમ પર દૂધ ને ઉકાળવા દો
દૂધ ઉકળતી વખતે દર ૨-૨ મિનિટે તાવીથા વડે દૂધ ને હલાવતા રહો જેથી દૂધ વાસણ ની સપાટી સાથે ચોંટી ના જાય
હવે દૂધ ને તેના અડધા માપ સુધી ઉકળવા દો પછી તેમાં ખાંડ નાખો
ત્યાર બાદ તેમાં માવો છીણી ને નાખો અને હલાવતા રહો
ત્યાર પછી તેમાં જીણા કાપેલા કાજુ, બદામ, પિસ્તા ના ટુકડા, એલાયચી પાઉડર નાખી થોડી વાર દૂધ ને હલાવો
હવે આ મિશ્રણ ને એક પ્લાસ્ટિક ના એર ટાઈટ ડબ્બા માં ભરી ડબ્બા ઉપર પ્લાસ્ટિક ની કોથળી અથવા તો એલ્યુમિનિયમ ફોઈલ રાખી ઢાંકણું ફિટ કરી દો અને ડબ્બા ને ફ્રિજર માં overnight રહેવા દો
તૈયાર છે આપણી સ્વાદિષ્ટ માવા મલાઈ કુલ્ફી