જૈન બ્રેડ ઉપમા રેસિપી
Ripalરેસીપી
બનાવવા ની રીત:
જૈન બ્રેડ ઉપમા રેસિપી એ યુનિક અને કંઈક અલગ રેસિપી છે જે બ્રેડ માંથી બનાવવામાં આવે છે. આ રેસીપી ફટાફટ અને સરળતા થી બની જાય છે.સ્નેક્સ માટે અને મહેમાન આવે ત્યારે નાસ્તો આપવા માટે બેસ્ટ છે. તો જાણી લો જૈન ઉપમા રેસિપી કેવી રીતે બને છે. બ્રેડની સ્લાઇસને પાણીમાં ડૂબાવીને તરત જ કાઢી લો. પછી તેમાં રહેલું પાણી બરોબર નીચોવી તેનો ભુક્કો કરી બાજુ પર રાખો.એક કઢાઇમાં તેલ ગરમ કરી તેમાં રાઇ નાંખો.રાઇ જ્યારે તતડવા માંડે, ત્યારે તેમાં લીલા મરચાં મેળવી મધ્યમ તાપ પર થોડી સેકંડ સાંતળી લો.તે પછી તેમાં ટમેટા મેળવી મધ્યમ તાપ પર વધુ ૧ મિનિટ સુધી, થોડા-થોડા સમયે હલાવતા રહી, રાંધી લો.છેલ્લે તેમાં બ્રેડનો ભુક્કો, ટૉમેટો કૅચપ, લીંબુનો રસ, મીઠું અને કોથમીર મેળવી,કપ્સીકમ સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી, થોડા-થોડા સમયે હલાવતા રહી રાંધી લો..તરત જ પીરસો।.
તૈયારીનો સમય:10 મિનિટ
બનાવવા નો સમય:10 મિનિટ
જૈન બ્રેડ ઉપમા રેસિપી બનાવવાની સામગ્રી:
- ૧૨ બ્રેડ ની સ્લાઈસ
- ૨ ચમચી તેલ
- ૨ ચમચી રાઈ
- ૧ ચમચી ઝીણા સમારેલા લીલા મરચા
- ૧/૨ કપ ઝીણા સમારેલા ટામેટા ,કેપ્સિકમ
- ૧/૪ કપ ટમેટા કેચપ
- ૧/૨ ચમચી લીંબુ રસ
- મીઠું , સ્વાદાનુસાર
- ૨ ચમચી ઝીણી સમારેલી કોથમીર
જૈન બ્રેડ ઉપમા રેસિપી બનાવવા ના સ્ટેપ:
બ્રેડની સ્લાઇસને પાણીમાં ડૂબાવીને તરત જ કાઢી લો.
પછી તેમાં રહેલું પાણી બરોબર નીચોવી તેનો ભુક્કો કરી બાજુ પર રાખો.
એક કઢાઇમાં તેલ ગરમ કરી તેમાં રાઇ નાંખો.
રાઇ જ્યારે તતડવા માંડે, ત્યારે તેમાં લીલા મરચાં મેળવી મધ્યમ તાપ પર થોડી સેકંડ સાંતળી લો.
તે પછી તેમાં ટમેટા મેળવી મધ્યમ તાપ પર વધુ ૧ મિનિટ સુધી, થોડા-થોડા સમયે હલાવતા રહી, રાંધી લો.
છેલ્લે તેમાં બ્રેડનો ભુક્કો, ટૉમેટો કૅચપ, લીંબુનો રસ, મીઠું અને કોથમીર મેળવી,કપ્સીકમ સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી, થોડા-થોડા સમયે હલાવતા રહી રાંધી લો.
તરત જ પીરસો।.