જલજીરા રેસીપી

Ripal

રેસીપી

બનાવવા ની રીત:

ઉનાળા ની ગરમી માં ઠંડક આપે એવા પીણાં પીવાની બહુ ઈચ્છા થાય. તમે લીંબુ sharbat, વરિયાળી શરબત ને એવું બધું બનાવી ને તો પીતા જ હશો પણ હું અહીંયા એક સરસ અને બધા ને ભાવતું જલજીરા ની રેસીપી બતાવી રહી છું. બાળપણ માં અપડે જલજીરા બહુ ખાતા. સરસ ખાટું અને ચટપટતું એ જલજીરા બધા ને બહુ ભાવે. અહીંયા એ જલજીરા ઘરે જ બનાવ્યું છે અને આ બહુ સ્વાદિષ્ટ લાગે છે. તો ઉનાળા ની ગરમી માં બનાવો જલજીરા અને ગરમી ને કરી દો દૂર. તો ફટાફટ જાણી લો આ સ્વાદિષ્ટ જલજીરા બનાવવાની રીત.

તૈયારીનો સમય:૩-૫ મિનિટ

બનાવવા નો સમય:૫-૬ મિનિટ

વ્યક્તિ માટે:

જલજીરા રેસીપી બનાવવાની સામગ્રી:

જલજીરા રેસીપી બનાવવા ના સ્ટેપ:

એક વાસણ માં પાણી લો અને તેમાં ફુદીનાની પેસ્ટ, કોથમીર ની પેસ્ટ, શેકેલા જીરું નો પાઉડર, આમચૂર પાઉડર, સંચરળ, લીંબુ નો રસ, ખાંડ મીક્ષ કરો અને બરાબર હલાવો

તેમાં ફુદીના ના પણ ને સમારીને મીક્ષ કરો

હવે સર્વ કરવા ના ગ્લાસ માં કાઢી લો અને ઠંડુ ઠંડુ સર્વ કરો