જીરા રાઈસ રેસિપી

Ripal

રેસીપી

બનાવવા ની રીત:

અપને દરરોજ ઘરે ભાત તો બનાવતા હોઈએ છે. અને જોડે અલગ અલગ દાળ પણ બનાવતા હોઈએ છે. આપણે જયારે પણ રેસ્ટોરન્ટ માં જમવા જઈએ ત્યારે જીરા રાઈસ વધારે ઓર્ડર કરીએ છે. જો ઘરે પણ એવા જ જીરા રાઈસ બને તો કેવી મજા આવે. ઘણા બધા જીરા રાઈસ ઘરે બનાવતા જ હોય છે પણ બનાવની રીત અલગ અલગ હોય છે. વળી મેહમાન જમવા માટે આવ્યા હોય ત્યારે પણ જો સાદા ભાત કરતા જીરા રાઈસ બનાવી એ તો સારું પણ લાગે. તો હવે ઘરે જ બનાવો બહાર રેસ્ટોરન્ટ જેવા જીરા રાઈસ.

તૈયારીનો સમય:૧૦ મિનિટ

બનાવવા નો સમય:૧૫ મિનિટ

વ્યક્તિ માટે:

જીરા રાઈસ રેસિપી બનાવવાની સામગ્રી:

જીરા રાઈસ રેસિપી બનાવવા ના સ્ટેપ:

બાસમતી ચોખા ને ધોઈ લો અને એક કલાક માટે પલાળી દો

પછી ચોખામાંથી બધું પાણી કાઢી લો

હવે એક વાસણ માં ૩ કપ પાણી ગરમ કરો તેમાં ૨ ચમચી ઘી અને મીઠું મીક્ષ કરો

પાણી ગરમ થઇ જાય એટલે તેમાં પલાળેલા બાસમતી ચોખા ઉમેરો

હવે પાણી માં એક ઉભરો આવવા દો પછી ૨-૩ મિનિટ સુધી પાણી ઉકાળવા દો

હવે ગેસ ધીમો કરી દો અને વાસણ ને ઢાંકી દો

ભાતમાંથી બધું પાણી બળી જાય એટલે ગેસ બંધ કરી દો અને ભાત ને થોડા ઠંડા થવા દો

હવે એક વાઘરીયા માં ૨ ચમચી વધેલું ઘી ગરમ કરો અને તેમાં જીરું નાખો

જીરું ફૂટી જાય એટલે ગેસ બંધ કરી દો અને વઘાર ભાત પર રેડી દો

તેમાં લીલી કોથમીર મીક્ષ કરો અને બધું બરાબર મીક્ષ કરો

તૈયાર છે જીરા રાઈસ