કાચી કેરી નો શરબત

Ripal

રેસીપી

બનાવવા ની રીત:

ઉનાળા માં કેરી બહુ મળે અને બધા ને ભાવે પણ બહુ. કેરી ના ઘણા બધા ફાયદા હોય છે. એક તો કાચી કેરી એ ઉનાળા ની ગરમી માં લૂ થી બચાવે છે. એટલે ગરમી માં કાચી કેરી ખાવી જ જોઈ એ. કાચી કેરી માંથી ઘણી વસ્તુ બને છે. કાચી કેરી માંથી સરબત પણ બનાવી શકો છો. જે બોટ્ટલ માં ભરી ને આખું વર્ષ સારો રહે છે. તો આજે જ જાણો કાચી કેરી નો સરબત બનાવની રીત.

તૈયારીનો સમય:૧૦ મિનિટ

બનાવવા નો સમય:૨૦ મિનિટ

કાચી કેરી નો શરબત બનાવવાની સામગ્રી:

કાચી કેરી નો શરબત બનાવવા ના સ્ટેપ:

સૌ પ્રથમ કેરી ને ધોઈ ને છોલી ને છીણી નાખવી.

અને તેને નીચોવી ને તેનો રસ કાઢવો.

હવે એ રસ માં ખાંડ નાખવી અને ગેસ પર ધીમા તાપે ચાસણી બનાવી લેવી.

ચાસણી તૈયાર થાય એટલે નીચે ઉતારીને ઠંડી કરવી

ઠંડી થયા પછી તેમાં લીલો રંગ નાખી ને હલાવવી .

પછી બોટલો ભરી લેવી

(આ શરબત પીવાથી લૂ લગતી નથી)

જયારે પણ સરબત પીવો હોય ત્યારે થોડું તૈયાર કરેલો કાચી કેરી નો સરબત લેવો એમાં જરૂરી પાણી ઉમેરવું. સ્વાદ માટે તેમાં તમે મીઠું અને સેકેલું જીરું પણ નાખી શકો છો.