કાચી કેરી ની ચટણી રેસીપી

Ripal

રેસીપી

બનાવવા ની રીત:

ચટણી નું નામ આવે એટલે લીલી ચટણી અને ખજૂર આંબલી ની ચટણી જ યાદ આવે. પણ બીજી પણ બહુ જ બધી જાત ની ચટણી હોય છે. ખાસ કરી ને સાઉથ ઇન્ડિયા માં બહુ જ બધી જાત ની ચટણી બનાવવા માં આવે છે જે ઈડલી, ઢોસા અને ભાત જોડે ખાવામાં આવે છે. આજે અહીંયા હું એક એવી જ સરસ ચટપટી ચટણી ની રેસીપી બતાવી રહી છું એ છે કાચી કેરી ની ચટણી. આ કાચી કેરી ની ચટણી બહુ જ ચટપટી અને તીખી હોય છે. જો કે ચટણી માં તીખાશ તમારા સ્વાદ અનુસાર નાખી શકો છો. વળી આ ચટણી ખાટી પણ હોય છે. ચટણી ની ખટાસ એ કેરી ને અનુસાર હોય છે. જો તમારે વધારે ખાટી ચટણી જોઈતી હોય તો તમે એમાં આંબલી પણ મિક્સ કરી શકો છો. મેં આ ચટણી માં કોઈ પણ જાત નું ગળપણ ઉમેર્યું નથી. તમે ઈચ્છો તો એમાં ઉમેરી શકો છો પણ આ ચટણી ગળપણ વગર જ સરસ લાગે છે. આ કાચી કેરી ની ચટણી ફ્રીઝ માં ૩ થી ૪ દિવસ સુધી સારી રહે છે. તો ફટાફટ જાણી લો કાચી કેરી ની ચટણી બનાવવાની રીત.

તૈયારીનો સમય:૫ મિનિટ

બનાવવા નો સમય:૫ મિનિટ

વ્યક્તિ માટે:

કાચી કેરી ની ચટણી રેસીપી બનાવવાની સામગ્રી:

કાચી કેરી ની ચટણી રેસીપી બનાવવા ના સ્ટેપ:

એક કઢાઈ માં ૧/૨ ચમચી તેલ ગરમ કરો અને તેમાં સૂકા લાલ મરચા, ચણા ની દાળ, અડદ ની દાળ, જીરું, સૂકા ધાણા, મેથી ના દાણા ઉમેરો અને ધીમા ગેસ પર ૧-૨ મિનિટ સુધી શેકો શેકાય જશે એટલે તેમાંથી સુગંધ આવશે

હવે એક મિક્ષર જાર માં આ શેકેલો મસાલો, કાચી કેરી ના ટુકડા, લસણ અને મીઠું મીક્ષ કરો અને તેને પીસી લો (પીસતી વખતે પાણી ઉમેરવું નહિ).

હવે એક કઢાઈ માં ૨ ચમચી તેલ ગરમ કરો અને તેમાં રાઈ ઉમેરો.

રાઈ ફૂટી જાય એટલે તેમાં મીઠો લીમડો, એક સૂકું લાલ મરચું, હળદર અને પીસેલી કેરી ની ચટણી મીક્ષ કરો

આ ચટણી ને ૨-૩ મિનિટ સુધી ધીમા ગેસ પર સાંતળો અને પછી ગેસ બંધ કરી દો

આ ચટણી ઈડલી, ઢોસા, પરાઠા, ભાત જોડે ખાઈ શકાય છે

ચટણી ને તીખી બનાવવા માટે તેમાં વધારે જરૂરિયાત અનુસાર મરચા ઉમેરવા.