કાજુ અંજીર શેક રેસીપી

Ripal

રેસીપી

બનાવવા ની રીત:

ઘરે મેહમાન આવ્યા હોય, ગરમી હોય કે ઉપવાસ હોય બધા ઘરે શેક તો બનાવતા જ હોય. એમાં ચીકૂ નું શેક બહુ વધારે બનાવામાં આવે. પણ એક ના એક ચીકૂ ના શેક કરતા આપણે કોઈક નવું શેક બનાવીએ તો કેવું સરસ લાગે. એટલે હું આજે એક એવા અલગ શેક ની રેસીપી અહીંયા બતાવી રહી છું એ છે કાજુ અંજીર શેક. જો તમે આ શેક બનાવશો તો બહુ જ રોયલ લાગશે અને સ્વાદ માં પણ બહુ જ સરસ લાગશે. બાળકો આમ તો અંજીર ખાય નહિ પણ જો આ રીતે શકે બનાવી ને આપવા માં આવે ને તો જરૂર થી ફટાફટ પી જાય અને એમને મજા પણ આવે. તો જાણી આ પૌષ્ટિક અને આર્યન થી ભરપૂર કાજુ અંજીર શકે બનાવની રીત. આજે જ બનાવો આ રોયલ કાજુ અંજીર શકે જે વધારી દેશે તમારી શાન.

તૈયારીનો સમય:૪ કલાક

કાજુ અંજીર શેક રેસીપી બનાવવાની સામગ્રી:

કાજુ અંજીર શેક રેસીપી બનાવવા ના સ્ટેપ:

કાજુ અને અંજીર ને બરાબર ધોઈ અને ૩-૪ કલાક પાણી માં પલાળી દો

કાજુ અને અંજીર પલળી જાય પછી એક મિક્ષર જાર માં કાજુ અને અંજીર મિક્ષ કરો અને પીસી લો

પછી તેમાં દૂધ, ખાંડ અને બરફ ના ટુકડા મિક્ષ કરો અને ફરીથી બરાબર એક રસ થાય ત્યાં સુધી પીસી લો

સર્વ કરવા ના ગ્લાસ માં ભરી લો અને સર્વ કરો