કાજુ પિસ્તા કત્રી રેસીપી
Ripalરેસીપી
બનાવવા ની રીત:
મીઠાઈ એટલે આપણા ગુજરાતીઓ ની પહેલી પસંદ, ગમે તેવું નાનું સેલિબ્રેશન હોય કે તહેવાર હોય મીઠાઈ વગર તો પૂરું થાય જ નહિ. અને એ પણ કાજુ કત્રી વગર તો બિલકુલ નહિ ચાલો આજે જોઈએ એક સરસ મજા ની મીઠાઈ - કાજુ પિસ્તા કત્રી આ મીઠાઈ બનાવવા માં થોડો સમય જરૂર લાગશે માટે તમારો સમય લઇ ને કાજુ પિસ્તા કત્રી બનાવવી. સમય લાગશે પણ બનશે ખુબ જ સ્વાદિષ્ટ. તો જોઈ લો કેવી રીતે બને છે કાજુ પિસ્તા કત્રી
કાજુ પિસ્તા કત્રી રેસીપી બનાવવાની સામગ્રી:
- 2 કપ કાજુ,
- 1 કપ પિસ્તા,
- ¼ કપ કિશમિશ,
- 2 ટેબલ સ્પૂન મિલ્ક પાવડર,
- ¾(પોણો) કપ ખાંડ,
- ½ કપ પાણી,
- ચાંદી નો વરખ.
કાજુ પિસ્તા કત્રી રેસીપી બનાવવા ના સ્ટેપ:
કાજુ ને અલગ અને પિસ્તા,કિશમિશ ને સાથે મિક્સી માં દળી લો.
એક વાસણમાં ખાંડ અને પાણી લઈ ઉકાળી લો, 1½ તાર ની ચાસણી બને એટલે બંને ભૂકા અને મિલ્ક પાવડર નાખીને મિક્સ કરી લો.
થોડું ઠંડું પડે એટલે બટર પેપર પર વણી લો, અને થોડા મોદક બનાવી બધા ઉપર વરખ લગાવી દો.
વરખનું કામ કદાચ બહુ સારું નથી થયું,પણ સ્વાદ સુંદર છે.