કાઠિયાવાડી ખાટી મીઠી કઢી
Ripalરેસીપી
બનાવવા ની રીત:
કઢી તો બધા ઘરે જ બનાવતા હશો ને! કઢી પણ બહુ બધી જાત ની આવે. આજે હું તમારા માટે કાઠિયાવાડી કઢી ની રેસીપી લઇ ને આવી છું. કાઠિયાવાડી કઢી ખાટી મીઠી હોય છે અને સ્વાદ માં પણ બહુ જ સ્વાદિષ્ટ લાગે છે. કોઈ કાઠિયાવાડી રેસ્ટોરન્ટ માં ગયા હશો તો ત્યાં તમે આવી કઢી ખાધી જ હશે. તો એક વાર જરૂર થી બનાવજો આ કાઠિયાવાડી ખાટી મીઠી કઢી.
કાઠિયાવાડી ખાટી મીઠી કઢી બનાવવાની સામગ્રી:
- ૩ કપ ખાટી છાશ
- ૩ ચમચી ચણા નો લોટ
- ૧/૪ ચમચી હળદર
- ૭-૮ કળી લસણ
- ૧/૨ ચમચી લાલ મરચું
- ૬-૭ મીઠા લીંબડા ના પાંદડા
- ૧/૨ ચમચી રાય
- ૧/૪ ચમચી જીરું
- ૧/૪ ચમચી હિંગ
- ૨ ચમચી ગળ (સ્વાદ અનુસાર)
- ૨ ચમચી લીલી કોથમીર (સમારેલી)
- મીઠું સ્વાદ અનુસાર
કાઠિયાવાડી ખાટી મીઠી કઢી બનાવવા ના સ્ટેપ:
એક વાસણ માં છાસ, હળદર અને ચણા નો લોટ મિક્સ કરો અને બ્લેન્ડર થી બ્લેન્ડ કરી લો
હવે એક ખારણી માં લસણ અને લાલ મરચું મિક્સ કરી ખાંડી લો અને લસણ લાલ મરચા ની પેસ્ટ બનાવી લો
એક કડાઈ માં ૨ ચમચી તેલ ગરમ કરો તેલ ગરમ થઇ જાય એટલે તેમાં રાય અને જીરું ઉમેરો
રાય ફૂટી જાય એટલે તેમાં હિંગ, લીમડો અને લસણ મરચા ની ખાંડેલી પેસ્ટ નાખી ને હલાવો
હવે તેમાં ચણા ના લોટ વાળી છાશ અને મીઠું ઉમેરો અને હલાવો
કઢી જ્યાં સુધી ઉકળે નહિ ત્યાં સુધી તેને હલાવવી
કઢી ઉકળી જાય એટલે તેમાં ૨ ચમચી ગળ નાખવો (સ્વાદ અનુસાર નાખવો) અને બરાબર હલાવવું
હવે ગેસ ને ધીમો કરી દો અને કઢી ને ૫-૭ મિનિટ સુધી ઉકળવા દો વચ્ચે વચ્ચે હલાવતા રહેવું જેથી કઢી નીચે બેસી ના જાય
કઢી બરાબર ઉકળી જાય એટલે તેમાં લીલી કોથમીર ઉમેરવી અને બરાબર મિક્સ કરવું પછી ગેસ બંધ કરી દો
તૈયાર છે ખાટી મીઠી કાઠિયાવાડી કઢી