કેરી ની ગોટલી નો મુખવાસ રેસીપી

Ripal

રેસીપી

બનાવવા ની રીત:

ગુજરાતીઓ ના ઘરે મુખવાસ હોય જ અને હોવો પણ જોઈએ જ. મુખવાસ એ જમ્યા પછી ખાવામાં આવે છે જે માઉથ ફ્રેશનર તરીકે વપરાય છે. આમ તો ઘણી બધી જાત ના મુખવાસ બનાવવા માં આવે છે પણ અહીંયા હું કેરી ની ગોટલી માંથી બનતા મુખવાસ ની રેસીપી બતાવી રહી છું. આ ગોટલી નો મુખવાસ પાકી કેરી ની ગોટલી માંથી બનાવવામાં આવે છે જે બહુ જ સ્વાદિષ્ટ હોય છે અને આખું વર્ષ સારો પણ રહે છે. પાકી કેરી ની ગોટલી ને ફેંકી દેવા કરતા તેમાં થી આ સ્વાદિષ્ટ મુખવાસ બનાવવો જોઈએ. તો જાણી લો પાકી કેરી ની ગોટલી નો મુખવાસ બનાવવાની રીત અને તમે પણ બનાવી લો આ કેરી ની ગોટલી નો મુખવાસ.

તૈયારીનો સમય:૧૫-૨૦ મિનિટ

બનાવવા નો સમય:૧૫ મિનિટ

કેરી ની ગોટલી નો મુખવાસ રેસીપી બનાવવાની સામગ્રી:

કેરી ની ગોટલી નો મુખવાસ રેસીપી બનાવવા ના સ્ટેપ:

પાકી કેરીમાંથી ગોટલા કાઢીને બરાબર ધોઈ લો

પછી તેને ૪-૫ દિવસ સુધી તાપ માં સુકાવા દો

હવે બધા ગોટલા ને તોડીને વચ્ચે થી ગોટલી કાઢી લો અને ગોટલી ના ઉપર ના ફોતરાં પણ કાઢી લો

હવે એક કૂકરમાં ગોટલી, ૨ કપ પાણી અને મીઠું નાખીને ૩ સીટી વગાડી બાફી લો

કૂકરમાંથી બધી વરાળ નીકળી જાય એટલે ગોટલી ને એક કાણા વાળા વાસણ માં કાઢી લો અને થોડી ઠંડી થવા દો

આ ગોટલી ને આડી અને ઉભી ચીરીઓ કરી ને સમારી લો

આ સમારેલી ગોટલી ને તાપ માં સુકવી દો

ગોટલી સુકાય જાય પછી તેને એક વાસણ માં ભરી લો

હવે એક કઢાઈ માં ઘી ગરમ કરો

ઘી ગરમ થઇ જાય એટલે તેમાં ગોટલી ઉમેરો અને ધીમા ગેસ પર ૩-૪ મિનિટ સુધી સોનેરી રંગની થાય ત્યાં સુધી સાંતળો

પછી ગેસ બંધ કરી દો અને તેમાં સંચરળ મીક્ષ કરો

તૈયાર છે ગોટલી નો મુખવાસ આ ગોટલી નો મુખવાસ આખું વર્ષ સારો રહે છે