કેસર કાજુકતરી રેસીપી

Ripal

રેસીપી

બનાવવા ની રીત:

મીઠાઈ એટલે આપણા ગુજરાતીઓ ની પેહલી પસંદ, ગમે તેવું નાનું સેલિબ્રેશન હોય કે તહેવાર હોય મીઠાઈ વગર તો પૂરું થાય જ નહિ . તો ચાલો આજે જોઈએ એક સરસ મજા ની મીઠાઈ - કેસર કાજુકતરી. આ મીઠાઈ બનાવવા માં થોડો સમય જરૂર લાગશે માટે તમારો સમય લઇ ને કેસર કાજુકતરી બનાવવી. સમય લાગશે પણ બનશે ખુબ જ સ્વાદિષ્ટ. તો જોઈ લો કેવી રીતે બને છે કેસર કાજુકતરી

તૈયારીનો સમય:૧૦ મિનિટ

બનાવવા નો સમય:૨૦ મિનિટ

વ્યક્તિ માટે:

કેસર કાજુકતરી રેસીપી બનાવવાની સામગ્રી:

કેસર કાજુકતરી રેસીપી બનાવવા ના સ્ટેપ:

કાજુ નો ફાઇન પાઉડર કરી લો,

એક પાન માં ખાંડ અને પાણી ઉકાળીને એક તાર ની ચાસણી બનાવો,

તેમાં એલચી અને કાજુ નો ભુકો નાખો,

એક ચમચી દૂધમાં કેસર ઓગાળીને તે પણ ઉમેરો,

એક્દમ મિક્સ કરી ઠંડુ પાડવા દો,

એક પાટલા પર સ્હેજ ઘી લગાડી વણી લો,

ડાયમંડ આકાર ની કાપી લો.