૫ મિનિટમાં હલવાઈ જેવા કેસર પેંડા ઘરે બનાવની રીત – Kesar Peda at home
Ripalરેસીપી
બનાવવા ની રીત:
રક્ષાબંધન જન્માષ્ટમી જેવા ત્યૌહાર આવી રહ્યા છે તો અપડે બધા બહાર થી પેંડા લઈને આવીયે છી. પણ જો એજ પેંડા ઘરે બનાવીયે તો ઘરની વાનગી નો ટેસ્ટ જ કૈંક અલગ જ હોય છે ને તેમાં કોઈ મિલાવટ પણ નથી હોતી.આજે હું હલવાઈ જેવા કેસર પેંડા ઘરે બનાવની રીત લઈ ને આવી છું અને તે પણ ખાલી 10 મિનિટે મા બની જાય તો ??? હા મેં ખાલી 10 મિનિટે મા આ કેસર પેંડા ઘરે બનાવ્યા છે. તો ચાલો ઘરે બનાવીયે કેસર પેંડા. ..
તૈયારીનો સમય:0 Min
બનાવવા નો સમય:5 Min
વ્યક્તિ માટે:5
૫ મિનિટમાં હલવાઈ જેવા કેસર પેંડા ઘરે બનાવની રીત – Kesar Peda at home બનાવવાની સામગ્રી:
- 1.5 કપ મિલ્ક પાવડર
- 1 કપ કન્ડેન્સ મિલ્ક
- 2 ચમચા ગરમ દૂધ
- 8-10 કેસર ના તાંતણા
- 1 ચમચી ઘી
- 1/2 ચમચી એલચી નો પાવડર
- ગાર્નિશિંગ માટે બદામ કે કેસર ના તાંતણા કે ડ્રાય ફ્રૂટ
૫ મિનિટમાં હલવાઈ જેવા કેસર પેંડા ઘરે બનાવની રીત – Kesar Peda at home બનાવવા ના સ્ટેપ:
એક વાટકીમાં ગરમ દૂધ લાય તેમાં કેસર ના તાંતણા ઉમેરી તેને 30 મિનિટ રાખી મુકો.
હવે એક નોનસ્ટિક પેન મા મિલ્ક પાવડર + કન્ડેન્સ મિલ્ક + કેસર વાળું દૂધ ઉમેરી ને મિક્સ કરી દો.
ગેસ ને ચાલુ કરી મઘ્યમ ગેસ પર કૂક કરો.
જો મિક્સચર ચોંટે તો તેમાં તમે ઘી ઉમેરી શકો છો મેં પાછળ થી ઘી નાખ્યું હતું.
4-5 મિનિટ કૂક કર્યા પછી તે એક ગોળા જેવું થઈ જશે ને તેમાં એલચી નો પાવડર ઉમેરી ને મિક્સ કરી ને ગેસ બંધ કરી ને ડંડુ થવા દો.
જયારે ડંડુ થાય એટલે તેમાંથી નાના નાના લુવા બનાવી ને તેમાંથી પેંડા બનાવી દો.
હવે તેને બદામ કે કેસર ના તાંતણા કે ડ્રાય ફ્રૂટ થી ડેકોરેશન કરો.
તૈયાર છે ઘરે બનાવેલા કેસર પેંડા.
૫ મિનિટમાં હલવાઈ જેવા કેસર પેંડા ઘરે બનાવની રીત – Kesar Peda at home નો વિડિઓ: