ખોયા કાજુ રેસિપી

Ripal

રેસીપી

બનાવવા ની રીત:

પંજાબી ખાવાનું બધા ને બહુ ભાવે. પંજાબી સબ્જી હોય કે દાળ, રાઈસ હોય બધા ને ભાવે જ. પંજાબી સબ્જી તો ઘણી બધી હોય છે. એમાં ઘણી સબ્જી સ્વીટ પણ હોય છે. જેમ કે ખોયા કાજુ, મલાઈ કોફ્તા વગેરે વગેરે... સ્વીટ સબ્જી પણ બધા ને બહુ ભાવતી હોય છે. ઘણા બધા લોકો ઘરે પંજાબી તીખી સબ્જી તો બનાવતા જ હશે પણ કોઈક વાર સ્વીટ સબ્જી પણ બનાવી જોઈએ. એટલે જ હું અહીંયા ખોયા કાજુ ની રેસીપી બતાવી રહી છું. નામ સાંભળી ને જ મ્હોં માં પાણી આવી ગયું ને! હા રેસ્ટોરન્ટ જેવી જ ખોયા કાજુ ની સબ્જી બનશે જો તમે આ રેસીપી થી એ બનાવશો. તો ફટાફટ જાણી લો ખોયા કાજુ સબ્જી ની રેસીપી અને ઘર ના બધા ને બનાવી ને ખવડાવો આ ખોયા કાજુ. થઇ જશે બધા ખુબ ખુશ અને નહિ થાકે તમારા વખાણ કરતા.

તૈયારીનો સમય:૧૦-૧૫ મિનિટ

બનાવવા નો સમય:૨૦-૨૫ મિનિટ

વ્યક્તિ માટે:

ખોયા કાજુ રેસિપી બનાવવાની સામગ્રી:

ખોયા કાજુ રેસિપી બનાવવા ના સ્ટેપ:

ડુંગળી ના ફોતરાં કાઢી લો અને તેના મોટા ટુકડા કરી લો

એક તપેલી માં ૪-૫ ગ્લાસ પાણી ગરમ કરો અને તેમાં ડુંગળી અને લસણ ઉમેરો

ડુંગળી અને લસણ ને ૫-૬ મિનિટ સુધી ઉકળવા દો

ડુંગળી બરાબર બફાઈ જાય એટલે એક કાણા વાળા વાસણ માં ડુંગળી અને લસણ કાઢી લો જેથી બધું પાણી નીકળી જાય

હવે મિક્ષર જાર માં પલાળેલા કાજુ અને ૧/૨ કપ પાણી નાખી ને પીસી લો અને તેને એક વાસણ માં કાઢી લો

હવે બાફેલી ડુંગળી અને લસણ ને મિક્ષર જાર માં પીસી લો અને એક અલગ વાસણ માં કાઢી લો

હવે એક કડાઈ માં ઘી ગરમ કરો તેમાં એલચી મિક્ષ કરો

હવે તેમાં આદુ ની પેસ્ટ, લસણ ડુંગળી ની પીસેલી પેસ્ટ મિક્ષ કરો અને ૪-૫ મિનિટ સુધી સાંતળો

જયારે ડુંગળીમાંથી તેલ છૂટું પાડવા લાગે ત્યારે તેમાં કાજુ ની પીસેલી પેસ્ટ ઉમેરો અને ૪-૫ મિનિટ સુધી સાંતળો

આને સતત હલાવતા રહેવું જેથી ગ્રેવી નીચે બેસી ના જાય

જયારે ગ્રેવી તૈયાર થઇ જશે એટલે તેમાંથી ઘી છૂટું પડશે

હવે તેમાં દૂધ, માવો, ખાંડ મિક્ષ કરો અને ૩-૪ મિનિટ સુધી ઉકળવા દો

હવે તેમાં મીઠું મિક્ષ કરો

પછી તેમાં ક્રીમ અને કાજુ ના ટુકડા મિક્ષ કરો અને ૧ મિનિટ સુધી રહેવા દો

હવે ગેસ બંધ કરી દો અને ખોયા કાજુ ને સર્વ કરવા ના બાઉલ માં કાઢો લો

તેની પર લીલી કોથમીર વડે ગાર્નિશ કરો