કુંભાણીયા ભજીયા રેસીપી

Ripal

રેસીપી

બનાવવા ની રીત:

ભજીયા એ ગુજરાતીઓનું નું પ્રિય ભોજન કહેવાય. એમ તો અલગ અલગ જાત ના બહુ ભજીયા બને પણ સુરત ના કુમ્ભણીયા ભજીયા બહુ પ્રખ્યાત. આ ભજીયા ની શરૂઆત કુંભણ ગામ માં થઇ હતી. ત્યાં આવા ભજીયા બનતા હતા એટલે એનું નામ કુમ્ભણીયા ભજીયા પડ્યું. તમે પણ ક્યારેક સુરત માં આ ભજીયા ખાધા જ હશે ને ભાવ્યા જ હશે. તો ફટાફટ જાણી લો આ કુમ્ભણીયા ભજીયા ની રેસીપી.

કુંભાણીયા ભજીયા રેસીપી બનાવવાની સામગ્રી:

કુંભાણીયા ભજીયા રેસીપી બનાવવા ના સ્ટેપ:

એક વાસણ માં લીલી કોથમીર, લસણ, આદુ, મરચા, ચણા નો લોટ, લીંબુ અને મીઠું મિક્ષ કરો

હવે તેમાં પૂરતું પાણી(૨-૩ ચમચી) ઉમેરીને થોડું કઠણ ખીરું તૈયાર કરો

હવે કડાઈ માં તેલ ગરમ કરવા મુકો

તેલ ગરમ થઇ જાય એટલે તેમાં છુટા છુટા ઝીણે ઝીણા ભજીયા પાડો (ખીરું હાથમાં લઇ ને આંગળીઓ પર અંગુઠો ફેરવવા થી છુટા ઝીણા ભજીયા પડશે)

ભજીયા તળાય જાય એટલે તેલ માંથી કાઢી લો

ભજીયા પર ઈચ્છા હોય તો ચાટ મસાલો ભભરાવી શકો છો

ભજીયા ને ગરમ ગરમ સર્વ કરો