લેમન રાઈસ રેસિપી
Ripalરેસીપી
બનાવવા ની રીત:
લેમન રાઈસ એ સાઉથ ઇન્ડિયા માં બહુ પ્રખ્યાત રેસીપી છે. ત્યાં દરેક ઘર માં લગભગ બનતો જ હોય છે આ લેમન રાઈસ. લેમન રાઈસ વધેલા ભાત માંથી પણ બનાવી શકાય છે. આ કોઈ પણ જાત ની મેહનત વગર એકદમ ફટાફટ બની જાય છે. તો આજે જ જાણી લો લેમન રાઈસ બનાવની રીત
તૈયારીનો સમય:૨૦ મિનિટ
બનાવવા નો સમય:૫ મિનિટ
લેમન રાઈસ રેસિપી બનાવવાની સામગ્રી:
- 2 કપ બાફેલા ચોખા
- ૨ ચમચી તેલ
- ૨ ચમચી લીંબુનો રસ
- ૧/૨ ચમચી હળદર પાવડર
- ૨ લીલા મરચાં, સમારેલા
- ૧/૨ ચમચી રાય
- ૩/૪ ચમચી જીરું
- ૧/૨ ચમચી. અડદ ની દાળ
- ૧/૨ ચમચી ચણા દાળ
- ૧/૨ કપ મગફળી
- ૫ થી ૬ મીઠા લીમડા ના પાન
- ૨ સૂકા લાલ મરચાં
- ૨ ચમચી કોથમીર, સમારેલી
- મીઠું સ્વાદ અનુસાર
લેમન રાઈસ રેસિપી બનાવવા ના સ્ટેપ:
એક પેન માં તેલ ગરમ કરો. તેમાં રાઈ અને આખું જીરું નાખો
રાઈ અને જીરું ફૂટી જાય પછી અડદ દાળ, ચણા દાળ, મગફળી, મીઠા લીમડા ના પાન, અને સૂકા લાલ મરચા નાખી ને એક મિનિટ સુધી સાંતળો
એમાં હળદર અને લીલા મરચા નાખો અને હલાવો
હવે એમાં બાફેલા ચોખા એટલે કે ભાત અને મીઠું ઉમેરો અને બરાબર મિક્સ કરો.બધું બરાબર મિક્સ થઇ જાય એટલે સ્ટોવ બંધ કરી દો.
હવે એમાં લીંબુ નો રસ અને કોથમીર ઉમેરી બરાબર રીતે ભેળવી દો.
સર્વિંગ બાઉલ માં કાઢી ને સર્વ કરો.