લીલા મરચા અને સીંગદાણા ના ઠેચા રેસીપી
Ripalરેસીપી
બનાવવા ની રીત:
ઠેચા નામ જ અજીબ છે પણ બહુ જ માસ્ટ અને સ્વાદિષ્ટ રેસીપી છે. જો તમે આ એક વાર બનાવશો તો રોજ જ બનાવશો.આના વગર ખાવાની માજા નહિ આવે. ઠેચા એ એક મહારાષ્ટ્ર ની રેસીપી છે. મહારાષ્ટ્ર માં રોટલા જોડે ઠેચા બહુ બનાવા માં આવે છે. આ એક પ્રકાર ની ચટણી જ છે જે સીંગદાણા અને લીલા મરચા માંથી બનાવામાં આવે છે. અમે એક વાર જયારે પુણે ફરવા ગયા હતા ત્યારે ત્યાં મહારાષ્ટ્ર નું ટ્રેડિશનલ ભોજન ખાધું હતું એમાં જુવાર ના રોટલા, ઠેચા અને પિથલા હતા જે ખાવાની બહુ જ મજા આવી હતી. હું પણ ત્યાં થી જ શીખી ને આવી હતી આ ઠેચા ની રેસીપી. અને એ હું અહીંયા તમને બતાવી રહી છું. એક વાર તો જરૂર થી બનાવજો આ લીલા મરચા અને સીંગદાણા ના ઠેચા. બનવા માં બહુ સમય પણ નથી લાગતો અને તમે આને ફ્રીઝ માં પણ રાખી શકો છો. જેથી તે થોડા દિવસ સારું પણ રહેશે. તો આજે જ જાણી લો આ લીલા મરચા ને સીંગદાણા ના ઠેચા બનાવની રીત.
તૈયારીનો સમય:૫ મિનિટ
બનાવવા નો સમય:૨ મિનિટ
વ્યક્તિ માટે:૨
લીલા મરચા અને સીંગદાણા ના ઠેચા રેસીપી બનાવવાની સામગ્રી:
- ૧૦-૧૫ લીલા મરચા, સમારેલા
- ૧૦-૧૨ લસણ ની કળીઓ, ફોલેલી
- ૧/૨ કપ શેકેલા સીંગદાણા, ફોતરાં કાઢેલા
- ૧ ચમચી તેલ
- મીઠું સ્વાદ અનુસાર
લીલા મરચા અને સીંગદાણા ના ઠેચા રેસીપી બનાવવા ના સ્ટેપ:
એક કડાઈ માં તેલ ગરમ કરો અને તેમાં લસણ અને લીલા મરચા શેકી લો
હવે એક મિક્ષર જાર માં શેકેલા લીલા મરચા અને લસણ, શેકેલા સીંગદાણા,મીઠું મિક્ષ કરો અને અધકચરું પીસી લો
તૈયાર છે લીલા મરચા અને સીંગદાણા ના ઠેચા
ઠેચા રોટલા, ભાખરી અને રોટલી સાથે ખાઈ શકો છો