લીલી ચટણી રેસીપી
Ripalરેસીપી
બનાવવા ની રીત:
લીલી કોથમીર ની ચટણી બધા બનાવતા જ હશો. કોઈ પણ ચાટ હોય કે ફરસાણ તેની જોડે લીલી ચટણી તો હોય જ. પણ ઘણી વાર ઘરે બહાર જેવી લીલી ચટણી નથી બનતી હોતી. એટલે હું અહીં લીલી ચટણી ની રેસીપી લાવી છું. તો આજે જ જાણી લો લીલી ચટણી બનવાની રીત.
તૈયારીનો સમય:૫ મિનિટ
લીલી ચટણી રેસીપી બનાવવાની સામગ્રી:
- ૧ કપ લીલી કોથમીર, સમારેલી
- ૧/૨ કપ ફુદીનાના પાંદડા
- ૧/૪ ચમચી આદુ, સમારેલું
- ૨ ચમચી દાળિયા
- ૨ લીલા મરચા (સ્વાદ અનુસાર)
- ૧ ચમચી લીંબુ નો રસ
- ૧/૪ ચમચી ખાંડ
- ૧/૪ ચમચી સંચળ પાઉડર
- મીઠું સ્વાદ અનુસાર
લીલી ચટણી રેસીપી બનાવવા ના સ્ટેપ:
ઉપર બતાવેલી બધી સામગ્રી ને મિક્સર જાર માં મિક્સ કરો અને પીસી લો
જરૂર પડે તો થોડું પાણી ઉમેરવું
ચટણી બરાબર પીસાઈ જાય એટલે એક વાસણ માં કાઢી લો