લીલવાના ઘૂઘરા કચોરી
Kavi Nidhidaરેસીપી
બનાવવા ની રીત:
લીલવાના ઘૂઘરા કચોરી બનાવવાની સામગ્રી:
- 1½ કપ તુવરના દાણા
- 2 ટેબલ સ્પૂન કોપરું લીલું
- 1 ટી સ્પૂન તલ
- 2 ટી સ્પૂન શેકેલ શીંગ નો ભુકો
- 1 ટી સ્પૂન આદુ મરચાની પેસ્ટ
- ½ ટી સ્પૂન ગરમ મસાલો
- 1½ ટી સ્પૂન ખાંડ
- 1 ટેબલ સ્પૂન લીંબુનો રસ
- હળદર,
- ધાણાજીરું,
- મીઠું
- થોડી કોથમરી
- 1 ટેબલ સ્પૂન તેલ
- જીરું, હિંગ
- પૂરી માટે:--
- 2 કપ મેંદો
- 2½ ટેબલ સ્પૂન તેલ મોણ માટે
- મીઠું
લીલવાના ઘૂઘરા કચોરી બનાવવા ના સ્ટેપ:
તુવેરના દાણા ને મિક્સીમાં ક્રશ કરી લો,
એક વાસણમાં તેલ ગરમ કરી તેમાં જીરું અને હિંગ નાખો,
પછી તુવેરના ક્રશ કરેલા દાણા અને બધી જ વસ્તુ અને મસાલા નાખી એકદમ મિક્સ કરી 5_7 મિનિટ ચડવા દો, પુરણ તૈયાર,
એક વાસણમાં મેંદો, મીઠું અને મોણ મિક્સ કરી, પાણી થી કઠણ લોટ બાંધી લો,
નાનો લુવો લઈ પુરી વણી, વચ્ચે પુરણ મૂકી બધી બાજુ થી દબાવી, ઘુઘરાની કાંગરી વાળી લો,
અમુક કચોરી પણ બનાવો,
ગરમ તેલ માં ધીમી આંચ પર તળી લો