મગ ની દાળ ની પુરી રેસીપી
Ripalરેસીપી
બનાવવા ની રીત:
મગ ની દાળ ની પુરી એ અલગ અને નવી વાનગી છે. તમે કદાચ આવી પુરી ખાધી નહિ હોય. સાદી પુરી તો આપણે રોજ જ ખાતા હોય એ છે. પણ એમાં જો ટ્વિસ્ટ કરી ને બનાવા માં આવે તો કંઈક નવી જ વાનગી બને છે. આ મગ ની દાળ ની પુરી ખુબ જ સ્વાદિષ્ટ હોય છે. અને તે ઉપરાંત આ પુરી ઘઉં ના લોટ માંથી બનાવા માં આવે છે. એટલે હેલ્થી પણ છે જ. તો એક વાર ચોક્કસ થી બનાવજો આ મગ ની દાળ ની પુરી.
મગ ની દાળ ની પુરી રેસીપી બનાવવાની સામગ્રી:
- ૨ અને ૧/૨ કપ ઘઉં નો લોટ
- ૧/૨ કપ મગ ની ફોતરાં વાળી દાળ
- ૧ ચમચી લીલા મરચા અને આદુ ની પેસ્ટ
- ૧/૪ ચમચી લાલ મરચું
- ૧/૪ ચમચી હળદર
- ૧/૪ ચમચી ધાણાજીરું
- ૧/૪ ચમચી ગરમ મસાલો
- ૧/૨ ચમચી વરિયાળી
- ૭-૮ મરીયા
- તળવા માટે તેલ
- મીઠું સ્વાદ અનુસાર
મગ ની દાળ ની પુરી રેસીપી બનાવવા ના સ્ટેપ:
એક મોટા વાસણ માં ઘઉં નો લોટ, ૧ ચમચી તેલ અને મીઠું મિક્સ કરીને પુરી માટેનો થોડો કઠણ લોટ બાંધી લેવો
હવે એક કડાઈ માં ૨ ચમચી તેલ ગરમ કરો
તેલ ગરમ થઇ જાય એટલે તેમાં વરિયાળી, મગ ની દાળ, હળદર, લાલ મરચું, ધાણાજીરું, ગરમ મસાલો, લીલા મરચા આદુ ની પેસ્ટ, મરીયા અને મીઠું નાખી ને બરાબર મિક્સ કરો
આ મિશ્રણ ને ધીમા ગેસ પર બરાબર શેકો
બધું બરાબર શેકાય જાય એટલે થોડું ઠંડુ થવા દો
પછી આ મિશ્રણ ને મિક્સર માં બરાબર પીસી લો
આ પીસેલા મિશ્રણ ને એક વાસણ માં કાઢી લો અને એક બાજુ મૂકી દો
હવે પુરી ના લોટ માંથી પુરી જેટલા નાના લુઆ (ગુલ્લાં) કરો
એક લુઓ લો અને તેને થોડો વાણી લો પછી તેમાં આ મિશ્રણ ભરી લો અને બધી બાજુ ભેગી કરી ને બંધ કરી દો
હવે ફરી તેનો લુઓ બનાવો અને પુરી આકાર માં ગોળ વણી લો
પછી આ પુરી ને ગરમ તેલ માં આછા સોનેરી રંગ ની તળી લો
તો તૈયાર છે મગ ની દાળ ની પુરી