મગ ની દાળ નો હલવો
Ripalરેસીપી
બનાવવા ની રીત:
મગ ની દાળ નો હલવો એ પારંપારિક રાજસ્થાની મીઠાઈ છે જે તહેવાર અને શિયાળા માં બનાવા માં આવે છે. જે બહુ જ સ્વાદિષ્ટ હોય છે. આપણે મોટા ભાગે દર વખતે દૂધી, ગાજર નો હલવો બનાવતા જ હોઈ એ છે. પણ કોઈક વાર એના થી અલગ મગ ની દાળ નો હલવો પણ બનાવો જોઈ એ છે. હા આ હલવો બનતા વાર લાગે છે અને પહેલે થી તૈયારી કરવી પડે છે. પણ આ મેહનત ખરેખર જીત જેવી હોય છે. મગ ની દાળ ના હલવા માં કેસર ઉમેરવા થી એની સુગંધ, સ્વાદ અને રંગ બહુ જ સરસ આવે છે. તો એક વાર તો જરૂર થી બનાવજો મ્હોં માં સ્વાદ રહી જાય એવો આ મગ ની દાળ નો હલવો.
તૈયારીનો સમય:૫ કલાક
બનાવવા નો સમય:૩૦ - ૪૦ મિનિટ
વ્યક્તિ માટે:૪
મગ ની દાળ નો હલવો બનાવવાની સામગ્રી:
- ૧ કપ મોગર દાળ (મગ ની ફોતરાં વગર ની દાળ)
- ૧ કપ ઘી
- ૧ કપ ખાંડ
- ૧ કપ દૂધ
- ૨ કપ પાણી
- ચપટી ઈલાયચી પાઉડર
- ૧ ચમચી બદામ ની કતરણ
- ૧ ચમચી કાજુ ની કતરણ
મગ ની દાળ નો હલવો બનાવવા ના સ્ટેપ:
મોગર દાળ ને બરાબર ધોઈ ને ૫-૬ કલાક માટે પલાળવા દો
હવે પલાળેલી મગ ની દાળ ને મિક્સર માં કરકરી પીસી લો (બહુ જીણું ના પીસાય તેનું ધ્યાન રાખવું)
હવે કડાઈ માં ઘી ગરમ કરો અને તેમાં પીસેલી મગ ની દાળ ઉમેરો
હવે દાળ ને બરાબર આછા સોનેરી રંગ ની થાય ત્યાં સુધી શેકવી
હવે દાળ બરાબર શેકાય જાય એટલે તેમાં ગરમ દૂધ અને પાણી ઉમેરો
હવે પાણી અને દૂધ બળી જાય ત્યાં સુધી મગ ની દાળ ને હલાવો
પછી તેમાં ખાંડ ઉમેરો અને સતત હલાવતા રહો
બધી ખાંડ બરાબર ઓગળી જાય અને બળી જાય પછી તેમાં એલચી પાઉડર, બદામ ની કતરણ અને કાજુ ની કતરણ ઉમેરો અને બરાબર મિક્સ કરો
હલવા માંથી ઘી છૂટું પડે એટલે હવે ગેસ બંધ કરી દો અને એક બાઉલ માં કાઢી લો