મકાઈ પનીરનું શાક રેસિપી

Ripal

રેસીપી

બનાવવા ની રીત:

મકાઈ પનીરનું શાક રેસિપી બનાવવાની સામગ્રી:

મકાઈ પનીરનું શાક રેસિપી બનાવવા ના સ્ટેપ:

મકાઈના દાણાને 5 મિનિટ પાણીમાં ઉકાળી લો,

ડુંગળી,લસણ, અને આદુ ની પેસ્ટ બનાવો, ટામેટાની પણ પેસ્ટ બનાવીને રાખો,

કાજુ, મગજતરિ, તજ, લવિંગ, આખા લાલ મરચાં ને પણ વાટી લો,

એક વાસણમાં તેલ અને ઘી ગરમ કરી તેમાં હિંગ નાખી, કાજુ વાળી પેસ્ટ અને કેપ્સીકમ નાખો

થોડું સાંતળો, હવે બાકીના મસાલા નાખી ને હલાવો અને ડુંગળી વાળી પેસ્ટ નાખી, હલાવતા રહો,

તેલ છૂટું પડે એટલે ટામેટાં વાળી પેસ્ટ નાખી ને સાંતળો, 1 કપ પાણી નાખો,

થોડું તેલ ઉપર આવે એટલે મકાઈના દાણા નાખી મિક્સ કરી લો,5 મિનિટ ચડવા દો,

હવે પનીર નાખી ઉપર ચીઝ નાખી ને પીરસો

ભાખરી, નાન, રોટલી કે પરાઠા સાથે સરસ લાગે...