મખમલી મલાઈ પનિર રેસિપી
Ripalરેસીપી
બનાવવા ની રીત:
'મખમલી મલાઈ પનિર' આ રેસિપી બીજી પનિર ની સબ્જી રેડ કે યલ્લો કલર ની ગ્રેવી હોય છે. પરંતુ આ સબ્જી તેના નામ ની જેમ જ છે. એટલે કે સફેદ ગ્રેવી માં બનાવવામાં આવે છે.
તૈયારીનો સમય:૧૫ મિનિટ
બનાવવા નો સમય:૧૫ મિનિટ
મખમલી મલાઈ પનિર રેસિપી બનાવવાની સામગ્રી:
- ૧ બાઉલ - પનિર ના નાના પીસ
- ૫ થી ૬ નંગ - ડુંગળી, મોટી સમારેલી
- ૫ થી ૭ નંગ - લસણ
- ૧ ઇંચ - આદુ નો ટુકડો
- ૩ નંગ - મરચું
- ૧ નંગ - મોટી ઈલાયચી
- ૨ થી ૩ - નાની ઈલાયચી
- ૧૨ થી ૧૨ નંગ - કાજુ
- ૫ થી ૭ નંગ - આખા મરી
- સ્વાદ મુજબ - મરી પાઉડર
- ૨ ચમચી - કોથમીર સુધારેલી
- સ્વાદ મુજબ મીઠું
- ૧ નાનું બાઉલ - દહીં
- ૨ થી ૩ ચમચી - મલાઈ
- ૧ નાનું બાઉલ - દૂધ
- સ્વાદ મુજબ - ઈલાયચી પાઉડર
- ઘી - જરૂર મુજબ
મખમલી મલાઈ પનિર રેસિપી બનાવવા ના સ્ટેપ:
સૌ પ્રથમ કુકર માં ડુંગળી, લસણ, આદુ, ૨ મરચાના બે પીસ કરીને લઇ લો.
ત્યાર બાદ તેમાં મોટી ઈલાયચી, નાની ઈલાયચી અને આખા મરી એડ કરવા.
આ કુકર માં કાજુ ઉમેરી અડધા ગ્લાસ જેટલું પાણી એડ કરવું.
ત્યાર બાદ કુકર બંધ કરીને બે સીટી વગાડવી.
કુકર માંથી વરાળ નીકળે એટલે તેની ખોલી લો.
ત્યાર બાદ તેમાંથી પાણી અલગ કરી લો. તથા મરચું અને મોટી ઈલાયચી કાઢી લો.
બફાયેલી વસ્તુ ને ઠંડી થવા દેવી
ડુંગળી તથા બીજી બધી સામગ્રી ઠંડી થાય એટલે એક મિક્ષર જાર માં લઇ લો.
આ મિક્ષર જાર માં એક નાનું બાઉલ દહીં એડ કરવું.
ત્યાર બાદ તેમાં ૨ થી ૩ મોટી ચમચી મલાઈ એડ કરી સામગ્રી ને ક્રશ કરી ગ્રેવી તૈયાર કરવી.
હવે એક કઢાઈ માં જરૂર મુજબ ઘી ગરમ કરવા મુકો.
ઘી ગરમ થાય એટલે તેમાં ગ્રેવી એડ કરવી તથા થોડું પાણી એડ કરવું.
આ મિશ્રણ ને ૫ થી ૭ મિનિટ ઢાંકણું બંધ કરીને ગરમ થવા દો
હવે તેમાં થોડું દૂધ એડ કરવું અને સાથે જ ૧ લીલું મરચું બે ભાગ માં કાપેલું, એક ચપટી ઈલાયચી પાઉડર, થોડું ખમણેલું આદુ, મીઠું તથા પનિર એડ કરવું.
હવે આ કઢાઈ ને ઢાંકણ બંધ કરીને ૧૦ થી ૧૫ મિનિટ ગરમ થવા દેવું.
તો બસ તૈયાર છે મખમલી મલાઈ પનિર.
આ સબ્જી ને એક સર્વિંગ બાઉલ માં લઇ લો. તેના પર મરી પાઉડર તથા કોથમીર નાખીને સર્વ કરો તૈયાર છે મખમલી મલાઈ પનિર.