મેંગો લસ્સી રેસીપી
Ripalરેસીપી
બનાવવા ની રીત:
ગરમી ની ઋતુ માં કેરી ખાવાની બહુ જ મજા આવે પણ ગરમી પણ બહુ લાગે. એટલે આપણે ગરમી પણ દૂર કરી શકીએ અને કેરી ની મજા પણ લઇ શકીએ એવી કોઈક રેસીપી મળી જાય તો મજા આવે. વળી ફટાટાફ્ટ બની જાય એવું પણ હોવું જોઈએ. એટલે એક એવી જ રેસીપી બતાવી રહી છું એ છે મેંગો લસ્સી. ગરમી માં ઠંડી ઠંડી લસ્સી પીવાની બહુ મજા આવે વળી એમાં કેરી નો સ્વાદ અને બની પણ ફટાફટ જાય. છે ને સરસ મજા ની રેસીપી. તો ચાલો આ ગરમી માં ફટાફટ બનાવો બધા ની પ્રિય મેંગો લસ્સી.
તૈયારીનો સમય:૧૦ મિનિટ
મેંગો લસ્સી રેસીપી બનાવવાની સામગ્રી:
- ૨ કપ દહીં
- ૧ પાકી કેરી
- ૧/૪ કપ ખાંડ અથવા સ્વાદ અનુસાર
- ૧ ચમચી બદામ ની કતરણ
- ચપટી એલચી પાઉડર (જરૂરી નથી)
- ૫-૬ બરફ ના ટુકડા
મેંગો લસ્સી રેસીપી બનાવવા ના સ્ટેપ:
કેરી ને ધોઈ ને છાલ ઉતારી લો અને સમારી લો
હવે એક મિક્સર જાર માં કેરી, દહીં, ખાંડ અને બદામ ના ટુકડા મિક્સ કરી ને બધું બરાબર પીસી લો
હવે લસ્સી ને સર્વ કરવા ના ગ્લાસ માં કાઢો અને ઉપર બદામ ની કતરણ થી સજાવો