મેંગો લેમન સોડા રેસિપી

Ripal

રેસીપી

બનાવવા ની રીત:

લીંબુ સોડા બધા ની મનગમતી વસ્તુ છે. મસાલા લીંબુ સોડા તો બધા પીતા જ હશો ને. આજે હું એ લીંબુ સોડા માં કંઈક ટ્વિસ્ટ લાવી છું. અત્યારે ગરમી ની સીઝન છે. એમાં પાકી કેરી તો આવતી જ હોય. અને કેરી પણ બધા ને બહુ જ ભાવે. ગુજરાતી નો તો કેરી ની સીઝન જાય નહિ ત્યાં સુધી કેરી ખાય. એટલે મેં વિચાર્યું કે કંઈક અલગ કેરી અને લીંબુ સોડા ને ભેગા કરી ને બનાવી એ તો કેવી મજા આવે. તો એટલે અહીંયા એક નવી જ રેસીપી બતાવી રહી છું. લીંબુ સોડા એ પણ કેરી ના બરફ ના ટુકડા સાથે. નામ જ કેવું અટપટું છે. પણ રેસીપી બહુ જ માસ્ટ અને સ્વાદિષ્ટ છે. એક વાર બનાવશો તો આખો ઉનાળો બનાવી ને પીશો આ સરબત. આ એક પ્રકાર નું કોકટેઇલ જ કહેવાય. જો મેહમાન ને સર્વ કરવા માં આવે ને તો આપણો તો વટ જ પડી જાય. તો ફટાફટ શીખી લો આ મેંગો લેમોન સોડા રેસીપી અને ઘર ના બધા ને અને મેહમાન આવે તો એમને પણ બનાવી ને પીવડાવો આ સરસ મેંગો લેમન સોડા.

તૈયારીનો સમય:૫ કલાક

વ્યક્તિ માટે:

મેંગો લેમન સોડા રેસિપી બનાવવાની સામગ્રી:

મેંગો લેમન સોડા રેસિપી બનાવવા ના સ્ટેપ:

એક મિક્ષર જાર માં કેરી ના ટુકડા, લીંબુ નો રસ, ખાંડ, ૫-૬ ફુદીના ના પાન મિક્ષ કરો અને બરાબર પીસી લો

હવે આ રસ ને બરફ બનાવની ડીશ માં ભરી લો અને બરફ બનાવવા માટે ફ્રિજર માં ૫-૬ કલાક માટે મૂકી દો

હવે એક લીંબુ લો અને તેના ૮ સરખા ટુકડા કરો અને તેમાંથી બીયા કાઢી લો આવી જ રીતે બીજા લીંબુ ના પણ ટુકડા કરી લો

હવે એક ગ્લાસ માં ૪-૫ લીંબુ ના ટુકડા, ૫-૬ ફુદીના ના પાન, મધ, ૧/૪ ચમચી દળેલી ખાંડ મિક્ષ કરો

આને એક જાડી ચમચી વડે બરાબર દબાવી લો

હવે તેમાં ૩-૪ સાદા બરફ ના ટુકડા, ૪ મેંગો ના બનાવેલા બરફ ના ટુકડા ઉમેરો

હવે તેમાં સાદી સોડા ઉમેરો અને બરાબર મિક્ષ કરો

ઠંડુ ઠંડુ મેંગો લેમન સોડા સર્વ કરો