મેંગો શ્રીખંડ રેસીપી
Ripalરેસીપી
બનાવવા ની રીત:
ઉનાળા માં કેરી બહુ આવે અને બધા ને બહુ ભાવે પણ ખરી. હંમેશા કેરી ના રસ બનાવા કરતા કંઈક અલગ બનાવીએ તો મજા પણ આવે. આમ તો કેરી માંથી પણ ઘણું બધું બને પણ હું અહીંયા તમને મેંગો શ્રીખંડ બનાવાની રીત બતાવી રહી છું. ગરમી ની ઋતુ માં ઠંડો ઠંડો શ્રીખંડ ખાવાની બહુ મજા આવે વળી એ પણ જો કેરી માંથી બનાવેલો હોય તો કંઈક વધારે જ મજા આવે. તો ફટાફટ જાણી લો મેંગો શ્રીખંડ બનાવાની રીત અને ગરમી માં આ મેંગો શ્રીખંડ ખાઈ ને થઇ જાઓ કૂલ.
તૈયારીનો સમય:૧૫ મિનિટ
વ્યક્તિ માટે:૪
મેંગો શ્રીખંડ રેસીપી બનાવવાની સામગ્રી:
- ૪ કપ દહીં
- ૧ કપ પાકી કેરી નો પલ્પ
- ૧/૨ કપ દળેલી ખાંડ અથવા સ્વાદ અનુસાર
- ચપટી ઈલાયચી પાઉડર
- ૧ ચમચી કાજુ ની કતરણ
- ૧ ચમચી બદામ ની કતરણ
- ૧ ચમચી મોળા પિસ્તા ની કતરણ
મેંગો શ્રીખંડ રેસીપી બનાવવા ના સ્ટેપ:
દહીં ને જાળી વાળા સુતરાઉ કપડાં માં ભરી લો અને તેની પોટલી વળી લો
દહીં ને કોઈ જગ્યા એ ૩-૪ કલાક માટે લટકાવી રાખો એટલે તેનું બધું પાણી નીકળી જાય
હવે કેરી ના પલ્પ ને ગરણ થી ગાળી લો જેથી તેના બધા રેસા નીકળી જાય
એક વાસણ માં લટકાવેલું દહીં, કેરી નો પલ્પ, ખાંડ, બધું બરાબર મિક્ષ કરો
ખાંડ બરાબર ઓગળી જાય ત્યાં સુધી આ મિશ્રણ ને બરાબર હલાવો
ખાંડ ઓગળી જાય પછી તેમાં કાજુ, બદામ અને પિસ્તા ની કતરણ ઈલાયચી પાઉડર મિક્ષ કરો
હવે આ મેંગો શિખંડ ને ફ્રિજ માં ઠંડો થવા મુકો
ઠંડો થઇ ગયા પછી ઠંડો ઠંડો સર્વ કરો