મસાલા છાશ રેસીપી
Ripalરેસીપી
બનાવવા ની રીત:
છાશ એ એક ઉત્તમ પીણું છે. ઉનાળા માં ગરમી થી બચવા માટે છાશ પીવી જ જોઈએ. બધા ઘરે છાશ તો બનાવતા જ હશો. કાઠિયાવાડ માં તો છાશ વગર ચાલે જ નહિ. વળી આપણે રેસ્ટોરન્ટ માં જમવા જઈએ ત્યારે પણ છાશ ઓર્ડર કરી એ છે અને એ છાશ મસાલા વાળી હોય છે જે આપણા બધા ને બહુ જ ભાવે છે. એટલે જ હું અહીંયા એ રેસ્ટોરન્ટ જેવી સ્વાદિષ્ટ મસાલા છાશ ની રેસીપી બતાવી રહી છું. કોઈ મેહમાન આવ્યું હોય કે ઘરે પાર્ટી હોય ત્યારે પણ જો આ મસાલા છાશ બનાવી હોય તો વધારે સરસ લાગે છે. તો ફટાફટ જાણી લો આ મસાલા છાશ બનાવવાની રીત.
તૈયારીનો સમય:૫ મિનિટ
બનાવવા નો સમય:૨ મિનિટ
વ્યક્તિ માટે:૪
મસાલા છાશ રેસીપી બનાવવાની સામગ્રી:
- ૨ કપ ઠંડુ દહીં
- ૧/૨ ચમચી શેકેલા જીરું નો પાઉડર
- ૧/૨ ચમચી સંચરળ
- ૧/૪ ચમચી મરી પાઉડર
- ૧ ચમચી લીલી કોથમીર, સમારેલી
- મીઠું સ્વાદ અનુસાર
મસાલા છાશ રેસીપી બનાવવા ના સ્ટેપ:
એક ઊંડા વાસણ માં દહીં, ૪ કપ પાણી, સંચરળ, શેકેલું જીરું, મરી પાઉડર મીક્ષ કરો. અને તેમાં બ્લેન્ડ વડે છાશ તૈયાર કરી લો.
હવે તેમાં જરૂરિયાત પ્રમાણે મીઠું મીક્ષ કરો.
તેમાં લીલી કોથમીર મીક્ષ કરો અને છાશ ને ૧ કલાક માટે ફ્રિજ માં ઠંડી થવા માટે મૂકી દો.
છાશ ને સર્વ કરવાના ગ્લાસ માં ભરી લો અને ઠંડી ઠંડી મસાલા છાશ સર્વ કરો.