મેથી મસાલો રેસીપી

Ripal

રેસીપી

બનાવવા ની રીત:

ઉનાળો એટલે અથાણાં ભરવાની સીઝન. બધા જ ઘરે અથાણાં બનાવી ને ભરી લે જે આખું વર્ષ ચાલે. પહેલા તો અથાણાં નો મસાલો ઘરે જ બનાવતા હતા અને હજી પણ ઘણા બધા લોકો ઘરે આ મસાલો બનાવતા હશો. પણ જ્યારે થી બજાર માં તૈયાર અથાણાં નો મસાલો મળવા લાગ્યો ત્યાર થી ઘરે મસાલો બનાવવાનું ઓછું થઇ ગયું કેમકે બહાર જેવો સ્વાદિષ્ટ અથાણાં નો મસાલો ઘરે બને નહિ. બહાર ના મસાલા માં કંઈક અલગ જ સ્વાદ હોય છે. એટલે આપણા ને એ બહાર નો અથનો મસાલો બહુ ભાવે. પણ હું અહીંયા બહાર જેવો સ્વાદિષ્ટ અથાણાં નો મસાલો બનાવવાની રીત બતાવી રહી છું. જો તમે અહીં બતાવેલી રીત થી અથાણાં નો મસાલો બનાવશો તો બહાર જેવો જ સ્વાદિષ્ટ આ મસાલો બનશે. વળી આ અથાણાં નો મસાલો આપણે ખાખરા, ખીચું, પાપડ, ઢોકળા જેવી ઘણી બધી વાનગી સાથે ખાઈ શકાય છે. આ અથાણાં નો મસાલો આખું વર્ષ સારો રહે છે. તો ફટાફટ જાણી લો અથાણાં નો મેથી મસાલો બનાવવાની રીત અને આજે જ બનાવો આ મેથી મસાલો.

તૈયારીનો સમય:૧૦-૧૫ મિનિટ

બનાવવા નો સમય:૫ મિનિટ

વ્યક્તિ માટે:૩૦૦ ગ્રામ

મેથી મસાલો રેસીપી બનાવવાની સામગ્રી:

મેથી મસાલો રેસીપી બનાવવા ના સ્ટેપ:

એક કઢાઈ માં રાઇ ના કુરિયા અને મેથી ના કુરિયા મીક્ષ કરો અને ધીમા ગેસ પર તેને ૫ મિનિટ માટે શેકી લો.

હવે આ રાઇ ના કુરિયા અને મેથીના કુરિયા ને મીક્ષર જાર માં લો અને અધકચરું પીસી લો.

આ મસાલા ને એક વાસણ માં કાઢો અને તેમાં લાલ મરચું, હળદર, મીઠું અને હિંગ મીક્ષ કરો.

હવે એક કઢાઈ માં તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થઇ જાય એટલે ગેસ બંધ કરી દો. અને તેલ ને ઠંડુ પડવા દો.

તેલ એકદમ ઠંડુ થઇ જાય એટલે તેલ ને મસાલા પર રેડી દો. અને મસાલો બરાબર હલાવો.

મસાલો બરાબર મીક્ષ થઇ જાય એટલે એક હવાચુસ્ત ડબ્બા માં ભરી લો.