મોગર દાળ નું શાક રેસીપી
Ripalરેસીપી
બનાવવા ની રીત:
ઉનાળા માં શાક બહુ મળે નહિ એટલે શાક બનાવની બહુ માથાકૂટ થાય. શેનું શાક બનાવું અને શેનું શાક ના બનાવું. એટલે ઉનાળા માં કઠોળ ના શાક વધારે થાય. પણ કઠોળ કરવા માટે આગળ થી તૈયારી કરવી પડે. જયારે પહેલે થી તૈયારી ના કરી હોય અને શાક બનાવું હોય ત્યારે મગ ની ફોતરાં વગર ની દાળ એટલે કે મોગર દાળ નું શાક ઉત્તમ વિચાર છે. આ મોગર દાળ રોટલી, પરાઠા કે રીસ જોડે ખાઈ શકાય છે. વળી મેગ ની દાળ હોય એટલે ભારે પણ પડે નહિ. વળી આ મોગર દાળ નું શાક ફટાફટ બની જાય છે. વળી આ મોગર દાળ નું શાક સ્વાદિષ્ટ પણ લાગે છે. તો આજે જ જાણી લો આ મોઅગાર દાળ નું શાક બનાવાની રીત.
તૈયારીનો સમય:૫ મિનિટ
બનાવવા નો સમય:૧૦ મિનિટ
વ્યક્તિ માટે:૪
મોગર દાળ નું શાક રેસીપી બનાવવાની સામગ્રી:
- ૧ કપ મગ ની ફોતરાં વગર ની દાળ
- ૨ ચમચી તેલ
- ૨ ચમચી લસણ, સમારેલું
- ૧ આખું સૂકું મરચું
- ૧ લીલું મરચું, સમારેલું
- ૧/૨ ચમચી લાલ મરચું
- ૧/૪ ચમચી હળદર
- ૬-૭ મીઠા લીમડા ના પાન
- ૧ ચમચી જીરું
- ચપટી હિંગ
- મીઠું સ્વાદ અનુસાર
- ૨ ચમચી લીલી કોથમીર, સમારેલી
મોગર દાળ નું શાક રેસીપી બનાવવા ના સ્ટેપ:
મોગર દાળ ને ધોઈ ને એક બાજુ મુકો
કુકર માં તેલ ગરમ કરો અને તેમાં જીરું અને લસણ નાખો
જીરું શેકાય જાય એટલે તેમાં લીમડો, સૂકું મરચું, હિંગ, હળદર અને લીલું મરચું મિક્સ કરો
પછી તેમાં દાળ, લાલ મરચું અને મીઠું મિક્સ કરો
હવે તેમાં ૨ કપ પાણી ઉમેરો અને કુકર બંધ કરી દો
કુકર માં ૨ સીટી વગાડો પછી ગેસ બંધ કરી દો
(મગ ની દાળ જલ્દી બફાઈ જાય એટલે બહુ સીટી વગાડવી નહિ)
હવા નીકળી જાય પછી કુકર ને ખોલી ને તેમાં કોથમીર મિક્સ કરો
મોગર દાળ ને સર્વ કરવા ના બાઉલ માં કાઢી લો