મોનાકો બ્રેડ બટેટા સેન્ડવીચ રેસીપી

Kavi Nidhida

રેસીપી

બનાવવા ની રીત:

સેન્ડવિચ ઘણા પ્રકાર ની હોય છે જેમ કે ચીઝ સેન્ડવિચ, ગ્રીલ સેન્ડવિચ, પનીર ભુરજી સેન્ડવિચ. આજે આપણે બનાવીશું બાળકો માટે કંઈક ખાસ અને કંઈક નવીન પ્રકારની સેન્ડવિચ મોનેકો ના ટ્વિસ્ટ સાથે મોનેકો બાળકો ને ખુબ જ પસંદ હોય છે તો જાણી લો મોનાકો બ્રેડ બટેટા સેન્ડવીચ કેવી રીતે બને છે અને આજે જ બાળકો ને ખુશ કરી દો.

તૈયારીનો સમય:૧૦ મિનિટ

બનાવવા નો સમય:૫ મિનિટ

વ્યક્તિ માટે:

મોનાકો બ્રેડ બટેટા સેન્ડવીચ રેસીપી બનાવવાની સામગ્રી:

મોનાકો બ્રેડ બટેટા સેન્ડવીચ રેસીપી બનાવવા ના સ્ટેપ:

બાફેલા બટેટા ને છૂંદીને તેમાં બધા મસાલા નાખી પૂરણ બનાવી લો,

મોલ્ડ ની મદદ થી બ્રેડ ને જુદા જુદા આકાર માં કાપી લો,

બ્રેડ ના બે આકારની વચ્ચે પુરણ રાખી નોનસ્ટિક તવા પર શેલો ફ્રાય કરી લો,

મોનાકો બિસ્કિટ નીચે મૂકી ઉપર બ્રેડ સેન્ડવીચ રાખો, ઉપર ડુંગળી, ટમેટા,સેવ અને કોથમીર મૂકી ખાતી વખતે લીલી ચટણી અને ટોમેટો સોસ નાખીને જમો