મોસંબીનો શિરો રેસીપી
Kavi Nidhidaરેસીપી
બનાવવા ની રીત:
શિરો કોને ના ભાવે? શીરા નું નામ આવતાની સાથે જ મોમાં પાણી આવી જાય શીરા ઘણી જાતના બને છે રાજગરાનો શિરો, સુજી નો શિરો સફરજનનો શિરો એવી જ રીતે હું આજે લઇ ને આવી છું મોસંબી નો શિરો જાણીને નવાઈ લાગશે પણ મોસંબી નો શિરો સ્વાદ માં ખુબ જ ટેસ્ટી છે અને અત્યારે તો મોસંબી ની સીઝન પણ છે તો આજે જ બનાવો મોસંબી નો શિરો
મોસંબીનો શિરો રેસીપી બનાવવાની સામગ્રી:
- 1 કપ શિંગોડાનો લોટ,
- 1½ કપ રાજગરા નો લોટ,
- 2 કપ મોસંબીનો ગાળ્યા વગરનો રસ,
- 1 ટેબલ સ્પૂન ડ્રાય ફ્રૂટ પાઉડર,
- ¾ કપ ઘી,
- ¾ કપ ખાંડ.
મોસંબીનો શિરો રેસીપી બનાવવા ના સ્ટેપ:
એક વાસણમાં ઘી ગરમ કરી તેમાં બંને લોટ નાખી, સુગંધ આવે અને બ્રાઉન થાય ત્યાં સુધી શેકો.
હવે પાણી ને બદલે મોસંબી નો રસ, ખાંડ અને ડ્રાય ફ્રૂટ પાઉડર નાખી મિક્સ કરો.
અને મિશ્રણ વાસણ છોડવા લાગે એટલે ગેસ બંધ કરી, થોડું ઠંડું પડે એટલે મોસંબી ની અડધી છાલની કટોરી માં ભરીને માં ને ધરાવો