નારિયેળ ની ચટણી રેસિપી

Ripal

રેસીપી

બનાવવા ની રીત:

સાઉથ ઇન્ડિયન ખાવા જોડે નારિયેળ ની ચટણી તો હોય જ. બધા ને આ નારિયેળ ની ચટણી બહુ જ ભાવતી હોય. પણ ઘરે હોટેલ કે સંકલ્પ જેવી ચટણી નથી બનતી કેમ કે એમાં ટ્વિસ્ટ હોય છે. મેં પણ અહીંયા એ બતાવ્યું છે. જો તમે આ રીતે ચટણી બનાવશો તો બહુ જ સ્વાદિષ્ટ ચટણી બનશે.તો આજે જ જાણી લો આ સ્વાદિષ્ટ નારિયેળ ની ચટણી બનાવની રીત

તૈયારીનો સમય:૧૦ મિનિટ

બનાવવા નો સમય:૨ મિનિટ

નારિયેળ ની ચટણી રેસિપી બનાવવાની સામગ્રી:

નારિયેળ ની ચટણી રેસિપી બનાવવા ના સ્ટેપ:

દાળિયા ને ૫ મિનિટ સુધી પાણી માં પલાળી દેવા જેથી કરી ને એ નરમ થઇ જાય.

હવે સૂકા નારિયેળ નું છાલ ઉતારી લો અને તેને વધેરી લો.

આ નારિયેળ નું પાણી એક વાટકા માં રાખી મૂકવું. અને બીજા નારિયેળ ને સમારી લો. (નારિયેળ નું પાણી નાખી ને ચટણી બનાવની બહુ જસ્વાદિષ્ટ ચટણી બને છે.)

હવે એક મિક્સર જાર માં સમારેલું નારિયેળ, લીલા મરચા, પલાળેલા દાળિયા, નારિયેળ માંથી નીકળેલું પાણી મિક્સ કરો અને બ્લેન્ડ કરો.

હવે એમાં અડધો કપ પાણી ઉમેરો અને ફરી થી બ્લેન્ડ કરી દેવું. જેથી કરી ને એ બરાબર પીસાય જાય. જરૂર પડે તો વધારે પાણી ઉમેરવું.

વે આ ચટણી ને એક વાટકા માં કાઢી લો. અને સ્વાદ અનુસાર મીઠું મીક્સ કરો.

હવે એક વાઘરીયા માં તેલ ગરમ કરો. તેલ ગરમ થઇ જાય એટલે એમાં રાય, અડદ ની દાળ નાખો. રાય ફૂટી જાય એટલે એમાં મીઠા લીમડા ના પાન, સૂકું લાલ marchu ઉમેરો અને સ્ટોવ બંધ કરી દો.

આ વઘાર ને ચટણી ઉપર રેડો અને બરાબર હલાવો.

તો તૈયાર છે નારિયેળ ની ચટણી.