નારિયેળ સ્ટ્રોબેરી લાડુ રેસીપી
Ripalરેસીપી
બનાવવા ની રીત:
આપણે હમણાં જ રવા ના અને ચુરમા ના લાડુ જોયા આજે હું લઇ ને આવી છું નારિયેળ ના લાડુ અને એમાં પણ સ્ટ્રોબેરી નો ફ્લેવર હોય તો આ હા માજા આવી જાય માવા વાળી તો ઘણી વાનગી ખાધી હશે આજે આપણે માવા વગર અને મિલ્ક પાઉડર વાળી વાનગી ટ્રાઈ કરીયે તો આજે જ બનાવો નારિયેળ સ્ટ્રોબેરી ના લાડુ
તૈયારીનો સમય:૫ મિનિટ
બનાવવા નો સમય:૨૦ મિનિટ
વ્યક્તિ માટે:૪
નારિયેળ સ્ટ્રોબેરી લાડુ રેસીપી બનાવવાની સામગ્રી:
- 4 કપ કોપરા ખમણ,
- 1 કપ રવો,
- 4 ટેબલ સ્પૂન સ્ટ્રોબેરી ક્રશ સીરપ,
- ૨_3 ટેબલ સ્પૂન કન્ડેન્સ્ડ મિલ્ક,
- 1 ટેબલ સ્પૂન મિલ્ક પાવડર,
- 2 ટેબલ સ્પૂન ઘી.
નારિયેળ સ્ટ્રોબેરી લાડુ રેસીપી બનાવવા ના સ્ટેપ:
એક વાસણમાં ઘી ગરમ કરી રવો સુગંધ આવે ત્યાં સુધી શેકી લો
પછી કોપરા ખમણ નાખો અને બધું ગુલાબી રંગ નું થાય, એટલે મિલ્ક પાવડર નાખી ઉતારી લેવું.
થોડું ઠંડું થાય એટલે તેમાં સ્ટ્રોબેરી ક્રશ સીરપ અને કન્ડેન્સ્ડ મિલ્ક ઉમેરી, મિક્સ કરી અને લાડુ વાળી લો.