પાકા કેળા નું શાક રેસિપી
Ripalરેસીપી
બનાવવા ની રીત:
ઉનાળો હોય કે શિયાળો હોય શાક ની તો હંમેશા માથાકૂટ હોય જ. શેનું શાક બનવું એ દર ગૃહિણી નો પ્રશ્ન હોય જ. ઘર માં અમુક શાક તો ખાતા જ ના હોય. તો આ તકલીફ ને તોહડી દૂર કરવા હું એક શા ની રેસીપી લઇ ને આવી છું. આજ થી તમારી લિસ્ટ માં આ એક શાક નું નામ પણ ઉમેરી દો એ છે પાક કેળા નું શાક. તમે કાચા કેળા નું શાક તો બનાવતા જ હશો. પણ અહીંયા હું પાક કેળા નું શાક ની રેસીપી બતાવી રહી છું. આ શાક થોડું સ્વીટ હોય છે કેમકે પાકા કેળા માંથી બનાવ્યું છે એટલે. પણ આ શાક લાગે છે બહુ જ સ્વાદિષ્ટ અને ટેસ્ટી. એક વાર તો જરૂર થી બનાવજો અને ટેસ્ટ કરજો આ પાક કેળા નું શાક. બની પણ ફટાફટ ૨ મિનિટ માં જાય છે. તો ફટાફટ જાણી લો પાકા કેળા નું શાક બનાવની રીત.
તૈયારીનો સમય:૫ મિનિટ
બનાવવા નો સમય:૫ મિનિટ
વ્યક્તિ માટે:૪
પાકા કેળા નું શાક રેસિપી બનાવવાની સામગ્રી:
- ૪ પાકા કેળા
- ૧૦-૧૨ લસણ ની કાળી, ફોલેલી
- ૧ ચમચી લાલ મરચું
- ૨ ચમચી તેલ
- ૧/૨ ચમચી જીરું
- ૧/૪ ચમચી હળદર
- ચપટી હિંગ
- મીઠું સ્વાદ અનુસાર
- ૨ ચમચી લીલી કોથમીર, સમારેલી
પાકા કેળા નું શાક રેસિપી બનાવવા ના સ્ટેપ:
પાકા કેળા ની છાલ કાઢી ને તેને સમારી લો
હવે એક ખાંડણી માં લસણ અને લાલ મરચું મિક્ષ કરી ને ખાંડી લો અને લસણ મરચાની ચટણી બનાવી લો
હવે એક કડાઈ માં તેલ ગરમ કરો અને તેમાં જીરું ઉમેરો
જીરું તતડી જાય એટલે તેમાં હિંગ, હળદર, લસણ મરચા ની ચટણી મિક્ષ કરો
તેમાં સમારેલા પાકા કેળા, મીઠું મિક્ષ કરો અને ૧ મિનિટ સુધી ચડવા દો
હવે તેમાં ૧ કપ પાણી ઉમેરો અને ૨-૩ મિનિટ સુધી ઉકાળવા દો
હવે ગેસ બંધ કરી દો અને તેમાં કોથમીર મિક્ષ કરો
તૈયાર છે પાકા કેળા નું શાક ગરમ ગરમ પીરસો