પાલખ ચકરી રેસીપી
Kavi Nidhidaરેસીપી
બનાવવા ની રીત:
પાલક માંથી ઘણી વાનગી વાનગી બને છે. એ પણ એકદમ લીલા કલર ની જે જોઈ ને જ મોઢા માં પાણી આવી જાય કે આ વાનગી નો સ્વાદ કેવો લાગતો હશે, ઘઉં ની ચકરી તો આપણે બનાવીયે જ છીએ અને આપણને ભાવે પણ બહુ આજે કંઈક નવીન ટ્વિસ્ટ વાળી ચકરી બનાવીયે, જો બાળકો નાસ્તા માં કંઈક નવીન અને અલગ અલગ જ માંગતા હોય તો એને પાલખ ની ચકરી બનાવી ને આપો એ પણ ખુશ થઇ જશે તો જાણો કેવી રીતે બને છે પાલક ની ચકરી.
તૈયારીનો સમય:૨૦ મિનિટ
બનાવવા નો સમય:૧૦ મિનિટ
વ્યક્તિ માટે:૪
પાલખ ચકરી રેસીપી બનાવવાની સામગ્રી:
- એક ઝૂડી પાલખ,
- 3 નાની વાટકી ચોખા નો લોટ,
- 1 નાની વાટકી મેંદો,
- ¾ નાની વાટકી ઘી મોણ માટે,
- સંચળ સ્વાદ મુજબ,
- 1 ટેબલ સ્પૂન આદુ મરચા પેસ્ટ,
- 1 ટી સ્પૂન તલ,
- 1 ટેબલ સ્પૂન શેકીને વાટેલુ જીરૂ,
પાલખ ચકરી રેસીપી બનાવવા ના સ્ટેપ:
એક બાઉલ મા મેંદો અને ચોખા નો લોટ, સંચળ, ઘી, જીરુ, તલ, આદુ મરચા, મિક્સ કરો,
પાલખ ને ધોઇને મિક્સર માં ક્રશ કરી લો,
પાલખ ના રસ થી લોટ બાંધી લો, મધ્યમ કઠણ રાખવો,
સંચા માં ભરી છાપા પર ચક્રી પાડી ગરમ તેલમાં તળી લો..
પાલખ ચક્રી ન કરવી હોય અને સાદી ચક્રી કરવી હોય તો પાલખ ના રસ ની બદલે પાણી થી લોટ બાંધવો