પાલક ની પુરી

Ripal

રેસીપી

બનાવવા ની રીત:

પાલક માં આયર્ન બહુ જ હોય છે પણ ઘર માં બાળકો ને પાલક ખાવી ગમતી નથી. પાલક માંથી કંઈક નવું નવું બનાવી એ તો જરૂર થી ખાય એ લોકો. તો આજે મેં પાલક નો ઉપયોગ કરી ને પાલક પુરી બનાવી છે. જે બાળકો ને બહુ જ ભાવશે અને સાથે ઘર ના બધા ને પણ બહુ મજા આવશે. તો આજે જ ઘરે બનાવો આ પાલક પુરી.

પાલક ની પુરી બનાવવાની સામગ્રી:

પાલક ની પુરી બનાવવા ના સ્ટેપ:

પાલક ને બરાબર ધોઈ લેવી

એક વાસણ માં પાણી ગરમ કરવા મુકો

પાણી ગરમ થઇ જાય એટલે તેમાં પાલક અને લીલું મરચું નાખો અને અડધી મિનિટ માટે ઉકળવા દો

અડધી મિનિટ પછી પાલક ને ગરમ પાણી માંથી કાઢી ને ઠંડા પાણી માં નાખવી એટલે વધારે ચડતી બંધ થઇ જાય

પછી પાલક માંથી બધું પાણી કાઢી લો અને તેને મિક્સર માં પીસી લો

એક વાસણ માં ઘઉં નો લોટ, મીઠું સ્વાદ પ્રમાણે, ૧ ચમચી તેલ અને પીસેલી પાલક મિક્સ કરો અને પુરી જેવો થોડો કઠણ લોટ બાંધી લો

આ લોટ ને ૧૦ મિનિટ ઢાંકી ને મૂકી દો

૧૦ મિનિટ પછી લોટ ને મસળી લો

હવે એક કડાઈ માં તેલ ગરમ કરવા માટે મુકો, તેલ ગરમ થઇ જાય એટલે પાલક ના લોટ માંથી પુરી વાણી ને આછા સોનેરી રંગ ની તળી લેવી

તો તૈયાર છે પાલક પુરી