પાલક પનીર પરાઠા રેસીપી
Ripalરેસીપી
બનાવવા ની રીત:
સવારે નાસ્તા માં અને ટિફિન માં ભરવા માટે પરાઠા એ બેસ્ટ હોય છે. પણ રોજ અલગ અલગ જાત ના પરાઠા હોય તો માજા આવી જાય। એટલે અહીંયા હું એક એવા જ પરાઠા ની રેસીપી લાવી છું એ છે પાલક પનીર પરાઠા। પાલક પનીર પરાઠા હેલ્થી હોય છે. કેમકે એમાં પાલક અને પનીર બને આવે છે. વળી બાળકો પાલક નું શાક બનાવી એ તો ના ખાય। પણ જો આવા કંઈક પરાઠા બનાવી એ તો વધારે ખાય. આ પરાઠા બનાવા માટે મેં પરાઠા ના મસાલો નો ઉપયોગ કર્યો છે. મેં આગળ મારી રેસીપી માં પરાઠા નો મસાલો કેમનો બનાવાય એ બતાવ્યું છે. તો એમાં ચીઝ પણ ઉમેરી શકો છો. તો આ રીતે બનાવો આ સ્વાદિષ્ટ પાલક પનીર પરાઠા, બધા રહી જશે આંગળા ચાંટતા.
તૈયારીનો સમય:૧૦ મિનિટ
બનાવવા નો સમય:૧૦ મિનિટ
વ્યક્તિ માટે:૪
પાલક પનીર પરાઠા રેસીપી બનાવવાની સામગ્રી:
- ૨૫૦ ગ્રામ પનીર, છીણેલું
- ૧ મોટી ડુંગળી, સમારેલી
- ૧ ચમચી અજમો
- ૩-૪ લીલા મરચા, સમારેલા
- ૧ ચમચી પરાઠા નો મસાલો
- ૧/૪ ચમચી હળદર
- ૨ ચમચી કોથમીર, સમારેલી
- ૧ કપ બાફેલી પાલક ની પ્યુરી
- ૧/૨ ચમચી લાલ મરચું
- ૨ કપ ઘઉં નો લોટ
- મીઠું સ્વાદ અનુસાર
પાલક પનીર પરાઠા રેસીપી બનાવવા ના સ્ટેપ:
એક વાસણ માં ઘઉં નો લોટ, પાલક ની પ્યુરી, અજમો અને મીઠું નાખી ને પરાઠા જેવો લોટ બાંધી લો
એક બાઉલ માં પનીર, લીલા મરચા, ડુંગળી, હળદર, લાલ મરચું, લીલી કોથમીર, મીઠું અને પરાઠા નો મસાલો મિક્ષ કરો
હવે પરાઠા ના લોટ માંથી એક પરાઠા જેટલો લુઓ લો
તેને કોરા લોટ વડે થોડું વણો પછી તેમાં તૈયાર કરેલો પનીર નો મસાલો મુકો
હવે તેને બધી બાજુ થી પકડી ને બંધ કરી દો અને ફરીથી એ પરાઠા ને વણી લો
તવી માં એ પરાઠા ને ઘી અથવા તેલ લગાવી શેકી લો
બાકી બધા પરાઠા આવી જ રીતે તૈયાર કરી લો
તૈયાર છે પાલક પનીર પરાઠા