પાલખ સમોસા રેસીપી
Kavi Nidhidaરેસીપી
બનાવવા ની રીત:
પાલખ, એક પૌષ્ટિક અને સ્વાસ્થ્ય વર્ધક ભાજી છે. પાલક આમ જોઈએ તો ખાવી ના ભાવે પણ પાલક માંથી ઘણી બધી એવી સારી વાનગી બને છે. પંજાબી શાક બને છે ઘણી જાતના સમોસા બને છે પરંતુ આપણે કંઈક નવીન જાત ના સમોસા ટ્રાઈ કરીયે પાલક સમોસા ક્યારેક મહેમાન ને પણ ખવડાવો આવા નવીન સમોસા જેથી પણ કહેશે કે ક્યાંથી લાવ્યા આ સમોસા. તો જાણી લો પાલક ના સમોસા બનાવવા ની રીત.
તૈયારીનો સમય:૧૦ મિનિટ
બનાવવા નો સમય:૨૦ મિનિટ
વ્યક્તિ માટે:૪
પાલખ સમોસા રેસીપી બનાવવાની સામગ્રી:
- બહાર ના પડ માટે.:-
- 1½ ઝૂડી પાલખ
- 2 કપ મેંદો
- 3 ટેબલ સ્પૂન તેલ
- નમક
- ¼ ટી સ્પૂન અજમા
- પૂરણ માટે:-
- 4 મધ્યમ બટેટા
- 1 ગાજર ખમણેલુ
- 1 ડુંગળી ઝીણી સમારેલી
- 1 નાનું કેપ્સિકમ ઝીણું સમારેલુ
- ¼ કપ વટાણા(ફ્રેશ)
- 1 ટી સ્પૂન લસણની પેસ્ટ
- 1 ટી સ્પૂન આદુ મરચાં પેસ્ટ
- 1 ટેબલ સ્પૂન લીંબુનો રસ
- ½ ટી સ્પૂન ગરમ મસાલો
- 1 ટેબલ સ્પૂન તેલ
- જીરુ,
- હિંગ
- તળવા માટે તેલ.
પાલખ સમોસા રેસીપી બનાવવા ના સ્ટેપ:
બહાર ના પડ માટે:-
પાલખ ને ધોઇને મિક્સર માં ક્રશ કરી લો, પેસ્ટ જેવી,
મેંદા માં તેલ, મીઠુ, અજમા અને પાલખ ની પ્યુરી નાંખી કડક લોટ બાંધી લો.
પૂરણ માટે:-
બટેટા બાફીને મેશ કરીલો,
એક પાન માં 1 ટેબલ સ્પૂન તેલ મૂકી અંદર જીરૂ અને હિંગ નાખી,
વટાણા, ગાજર, કેપ્સિકમ અને ડુંગળી, લસણ અને આદુ મરચાં નાખી 5 મિનિટ ચડવા દો,
પછી બાફેલા બટેટા નો માવો નાખી ગરમ મસાલો અને મીઠુ અને લીંબુનો રસ નાખી દો,
બરાબર મિક્સ કરી ગેસ બંદ કરીલો,
મિશ્રણ ઠંડુ થવા દો,
લોટ માં થી લૂવો લઈ નાની રોટલી જેટલું વણો
તેના બે ભાગ કરી, વચ્ચે પૂરણ ભરી સમોસુ વાળી તળી લો.
લીલા સમોસા તૈયાર છે.
ખજૂર આમલી ની ચટની સાથે સારા લાગે છે.