પનીર ભુરજી સેન્ડવિચ રેસીપી

Ripal

રેસીપી

બનાવવા ની રીત:

સેન્ડવિચ નાના થી લઇ ને મોટા બધા ને ભાવતી જ હોય. પણ ઘણી વાર એક ની એક સેન્ડવિચ ખાઈ ને કંટાળી ગયા હોઈ એ એટલે જો નવી નવી સેન્ડવિચ બનાવા મળે તો મજા આવી જાય. તો આજે હું પનીર ભુરજી સેન્ડવિચ રેસીપી લઇ ને આવી છું. આજે જ ઘરે બનાવો આ પનીર ભુરજી સેન્ડવિચ.

પનીર ભુરજી સેન્ડવિચ રેસીપી બનાવવાની સામગ્રી:

પનીર ભુરજી સેન્ડવિચ રેસીપી બનાવવા ના સ્ટેપ:

એક કડાઈ મેં એક ચમચી તેલ ગરમ કરો. તેલ ગરમ થઇ જાય એટલે એમાં લસણ અને ડુંગળી નાખી ને સાંતળો.

ડુંગળી આછો ગુલાબી કલર થાય ત્યાં સુધી સાંતળવી. પછી એમાં હળદર, લાલ મરચું, લીલું મરચું, મીઠું ઉમેરી ને હલાવો.

હવે એમાં ટામેટા ઉમેરો અને ૩ મિનિટ સુધી ચડવા દો.

ટામેટા બરાબર ચડી જાય એટલે એમાં પનીર ના ટુકડા અને ક્રીમ મીક્સ કરો અને ગેસ બંધ કરી દો.

આ પનીર નો મસાલો ઠંડો થાય ત્યાં સુધી રાહ જોવી.

ઠંડો થઇ જાય એટલે એમાં ચીઝ અને કોથમીર ઉમેરો અને બરાબર મીક્સ કરો.

હવે બ્રેડ સ્લાઈસ લો. એના પર આ મસાલો પાથરો. બીજી એક કોરી બ્રેડ ને આ બ્રેડ ઉપર મૂકી ને બંધ કરી દો.

આ તૈયાર કરેલી બ્રેડ ને સેન્ડવિચ મેકર અથવા તો તવા પર બટર/તેલ થી સેકો.

તૈયાર છે પનીર ભુરજી સેન્ડવિચ.