પનીર મેથી ભુરજી રેસીપી
Ripalરેસીપી
બનાવવા ની રીત:
આપણે રેસ્ટોરન્ટ માં પંજાબી ખાવા જય એ ત્યારે અલગ અલગ જાત ના બહુ શાક હોય. પણ એમાંથી પનીર ભુરજી તો બધા ને ભાવતી જ હોય. ઘણી જગ્યા એ રેસ્ટોરન્ટ માં પનીર ભુરજી ની જગ્યા એ મેથી પનીર ભુરજી મળે. મેં તો એક વાર ચાખ્યું ત્યાર થી જ મને બહુ ભાવવા લાગ્યું. અને મેં મારી જાતે બનાવ્યું. એ પણ રેસ્ટોરન્ટ જેટલું જ સરસ બન્યું. પનીર મેથી ભુરજી બનાવા માટે બહુ મેહનત નથી કરવી પડતી એની ગ્રેવી પણ નથી બનાવી પડતી. ફટાફટ સરળતા થી બની જાય છે. એટલે પણ મને વધારે ગમે છે. તમે પણ એક વાર જરૂર થી બનાવજો આ પનીર મેથી ભુરજી અને કમેન્ટ જરૂર કરજો કે કેવી લાગી આ પનીર મેથી ભુરજી. તો તમે પણ શીખી લો રેસ્ટોરન્ટ જેવી સ્વાદિષ્ટ પનીર મેથી ભુરજી બનાવની રીત અને કરી દો ઘર ના બધા ને તમારા વખાણ કરતા.
તૈયારીનો સમય:૧૦ મિનિટ
બનાવવા નો સમય:૧૦ મિનિટ
પનીર મેથી ભુરજી રેસીપી બનાવવાની સામગ્રી:
- ૧૫૦ ગ્રામ પનીર, છીણેલું (ખમણેલું)
- ૧ કપ મેથી ના પાંદડા
- ૧ મોટી ડુંગળી, સમારેલી
- ચપટી હિંગ
- ૧/૪ ચમચી જીરું
- ૨ લાલ સૂકા મરચા
- ૧ ચમચી લસણ, ઝીણું સમારેલું
- ૧ ચમચી આદુ, ઝીણું સમારેલું
- ૨ લીલા મરચા, સમારેલા
- ૧/૨ ચમચી લાલ મરચું
- ૧/૪ ચમચી હળદર
- ૧/૨ ચમચી કસૂરી મેથી
- ૧/૨ કપ દૂધ
- ૨ ચમચી તેલ
- મીઠું સ્વાદ અનુસાર
- ૧ સેકેલો અડદ નો પાપડ, સજવા માટે
પનીર મેથી ભુરજી રેસીપી બનાવવા ના સ્ટેપ:
એક કડાઈ માં તેલ ગરમ કરો અને તેમાં જીરું હિંગ અને લાલ સૂકા મરચા ઉમેરો
જીરું શેકાય જાય એટલે તેમાં લસણ અને આદુ ઉમેરીને બરાબર હલાવો
લસણ બ્રાઉન રંગ નું થાય પછી તેમાં ડુંગળી અને લીલા મરચા ઉમેરો ડુંગળી ને આછા ગુલાબી રંગ ની થાય ત્યાં સુધી સાંતળો
ડુંગળી સંતળાય જાય પછી તેમાં મેથી ના પાંદડા નાખો અને ૪-૫ મિનિટ સુધી સાંતળો
પછી તેમાં હળદર, લાલ મરચું, કસૂરી મેથી અને મીઠું મિક્ષ કરો
હવે તેમાં છીણેલું પનીર ઉમેરો અને બરાબર મિક્ષ કરો
હવે તેમાં દૂધ મિક્ષ કરો અને ૧-૨ મિનિટ સુધી હલાવો પછી ગેસ બંધ કરી દો
પનીર મેથી ભુરજી ને સર્વ કરવા ના બાઉલ માં કાઢી લો તેની પર કસૂરી મેથી ભભરાવો અને સેકેલો પાપડ મૂકી સજાવો